રામલીલામાં વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ ઉપર સાધ્યું નિશાન

PM performs Rajyabhishek of Prateek Swarup of Bhagwan Shree Ram, in Ayodhya, Uttar Pradesh on October 23, 2022.
રામના અસ્તિત્વ સામે પ્રશ્ન સર્જાયેલા, અમે આ હીનભાવનાની બેડી તોડી-મોદીએ અયોધ્યામાં રામલીલાના કલાકારોની આરતી ઉતારી
અયોધ્યા, અયોધ્યામાં રવિવારે ભવ્ય દીપોત્સવમાં ભાગ લેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા હતા. તેમણે વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ભગવાન રામના પ્રતીકાત્મક રાજ્યાભિષેક કર્યો હતો.
ત્યારબાદ પોતાના સંબોધનમાં મોદીએ કહ્યું કે એક સમય હતો કે જ્યારે દેશમાં ભગવાન રામના અસ્તિત્વ ઉપર પ્રશ્ન સર્જવામાં આવ્યો હતો, જાેકે અમે આ હીન ભાવનાની બેડીઓને તોડી નાંખી છે. તેમણે દેશવાસીઓને છોટી દીપાવલી પ્રસંગે આવતીકાલની દિવાળી માટે શુભેચ્છા પાઠવી હતી.
राम रामेति रामेति, रमे रामे मनोरमे।
सहस्रनाम तत्तुल्यं, रामनाम वरानने॥અયોધ્યા ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીએ ભગવાન શ્રી રામનો પ્રતીકાત્મક રાજ્યાભિષેક કર્યો. pic.twitter.com/adUjX8HZWA
— BJP Gujarat (@BJP4Gujarat) October 23, 2022
પોતાના ભાષણમાં નરેન્દ્ર મોદીએ કહ્યું કે એક સમય હતો કે જ્યારે રામ અંગે અમારી સભ્યતા અંગે વાત કરવાથી બચવામાં આવતુ હતું. આ દેશમાં રામના અસ્તિત્વ ઉપર પ્રશ્નાર્થ લગાવવામાં આવતો હતો. તેનું પરિણમ એ આવ્યું કે આપણી ધાર્મિક સાંસ્કૃતિક ઓળખ પાછળ છૂટી ગઈ. અયોધ્યા આવતાની સાથે જ મન દુખી થઈ જતુ હતું.
વારાણસીની ગલીઓ પરેશાન કરી દેતી હતી. જેમણે આપણે આપણા અસ્તિત્વના પ્રતિક માનતા હતા તે ખૂબ જ ખરાબ સ્થિતિમાં હતા. આ જાેઈને મનોબળ તૂટી જતુ હતું. ૮ વર્ષમાં દેશે આ હીનભાવનાની બેડીઓને તોડી નાંખી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આપણે રામ મંદિર, કેદારનાથ, મહાકાળની ખૂબ જ ઉપેક્ષાનો શિકાર આપણી આસ્થાના ગૌરવને પુનઃર્જીવિત કર્યો છે. અયોધ્યાના વિકાસ માટે હજારો કરોડોની નવી યોજના શરૂ કરવામાં આવી છે. માર્ગોનો વિકાસ થઈ રહ્યો છે, નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ પામી રહ્યું છે. વિકાસ નવી ઊંચાઈઓ સ્પર્શી રહ્યો છે. ઁસ્ મોદીએ કહ્યું કે આ વખત લાલ કિલ્લાથી પંચ પ્રાણોનો આત્મસાત કરવાનું આહવાન કરવામાં આવ્યું છે.
તેમની ઉર્જા જે એક તત્વ સાથે જાેડાયેલી છે તે ભારતના નાગરિકોનું કર્તવ્ય છે. આજે અયોધ્યામાં દીપોત્સવ પર અમે આ સંકલ્પનું પુનરાવર્તન કરી છીએ. શ્રીરામથી જેટલું શિખી શકાય એટલું શિખવાનું છે. ભગવાન રામ, મર્યાદા પુરુષોત્તમ કહેવામાં આવે છે. મર્યાદા માન રાખવાનું પણ શિખવે છે અને માન આપવાનું પણ શિખવે છે. મર્યાદા જે બોધના આગ્રહી હોય છે તે બોધ કર્તવ્ય જ છે.