ગુજરાતના ઇતિહાસમાં સૌપ્રથમ વખત દ્વી દિવસીય ભવ્યાતિભવ્ય મહોત્સવનું આયોજન
અમદાવાદમાં 10 ફેબ્રુઆરીએ પ્રવાસી ગુજરાતી પર્વના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે.પ્રવાસી ગુજરાતી પર્વ એટલે કે દુનિયાભરમાં વિવિધ ક્ષેત્રોમાં ટોચ પર પહોંચેલા ગૌરવવંતા ગુજરાતીઓને આ મંચ પર એક છત હેઠળ એકઠા કરવામાં આવે છે.
અમદાવાદ, 2022માં યોજાયેલા પ્રથમ આયોજનની ભવ્ય સફળતા બાદ ફરી એકવાર આ આયોજનનું બીજું સંસ્કરણ આપણા અમદાવાદમાં 10 ફેબ્રુઆરીએ યોજાશે. દ્વી દિવસીય ભવ્યાતિભવ્ય મહોત્સવનું અદાણી સંસ્થાના સહકારથી આયોજન શેલા વિસ્તારમાં આવેલી ક્લબ O7 ખાતે થનાર છે. તેમાં પાર્ટનર તરીકે ટીવી નાઈન નેટવર્ક સંલગ્ન છે. 1000થી વધુ એનઆરજી અને 1500થી વધુ એનઆરઆઇની હાજરીમાં આ કાર્યક્રમ ગુજરાતીઓના ગૌરવનો સૌથી મોટો મેળો બની રહેશે.
ગુજરાતીઓના ગૌરવની ઉજવણી કરવા માટે TV9 નેટવર્ક અને એસોસિએશન ઓફ ઇન્ડિયન અમેરિકન્સ ઇન નોર્થ અમેરિકા એટલે કે AIANA ગુજરાતમાં પ્રવાસી ગુજરાતી પર્વની ઉજવણી કરે છે. આ કાર્યક્રમ હેઠળ પ્રતિભાશાળી ગુજરાતીઓ એક મંચ પર આવશે. દેશ વિદેશ સાથે ગુજરાતના પણ રાજકારણ ક્ષેત્રેના અગ્રણીઓ આ કાર્યક્રમમાં જોડાશે.
વિશ્વભરમાં વસતા ગુજરાતીઓને ઘેલું લગાડનાર આઇના સંસ્થા તથા ટીવી નાઈન આખા ઉપક્રમનું સંકલન કરશે. તેના આયોજનમાં આઇનાના અમેરિકા શાખાના પ્રમુખ શ્રી સુનિલભાઈ નાયક, આઈનાના ગુજરાત શાખાના પ્રમુખ શ્રી પ્રફુલભાઈ નાયક તથા હર્ષિલ નાયક સેવારત છે.
આ મહોત્સવની વિશેષતાઓની ઝાંખી કરીએ તો કોઈ એક આગવી સંસ્થા વ્યક્તિગત ધોરણે આવું આયોજન કરી રહી હોય તે પ્રથમ વાર બની રહ્યું છે. તા. ૧૦ ફેબ્રુઆરીના રોજ ઉદઘાટન સમારંભ યોજાનાર છે, તેમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજયના મક્કમ અને મૃદુ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ફીજી દેશના નાયબ વડાપ્રધાન શ્રી બીમન પ્રસાદજી, ઓસ્ટ્રેલિયાના સંસદ સભ્ય શ્રી જુલિયા ફીન, મિસુરીના કોષાધ્યક્ષ શ્રી વિવેક મલેક, ન્યુઝીલેન્ડના મંત્રી શ્રી મિશેલ વુડ,ઉપસ્થિત રહેશે. ગુજરાતના ઇતિહાસમાં સૌપ્રથમ વખત એક એવા કાર્યક્રમનું આયોજન થઇ રહ્યું છે જેમાં વિદેશી રાજનેતાઓ તેમના દેશમાં ગુજરાતીઓના યોગદાન વિષે ચર્ચા કરશે.
વિશિષ્ટ મહેમાનોની વાત કરીએ તો, બી.સી સી આઇના સેક્રેટરી શ્રી જય શાહ, જાણીતા અભિનેત્રી શેફાલી શાહ, જાણીતા પ્રોડ્યુસર વિપુલ શાહ, લંડન ના ચારથી વધુ ગુજરાતી મૂળના મેયર, કેન્યાના સરકારના પ્રિન્સિપલ સેક્રેટરી , ત્રણથી વધુ દેશના ગુજરાતી મૂળના ડિપ્લોમેટ્સ,, જાણીતા સંગીતકાર પદ્મશ્રી આણંદજી શાહ, વિજુ શાહ, , વરિષ્ઠ કથાકાર પૂ. રમેશભાઈ ઓઝા ‘ભાઈ શ્રી’, શ્રી આર્ષ વિદ્યા મંદિર રાજકોટના સ્થાપક શ્રી પરમાત્માનંદ સરસ્વતી, ગુજરાતી પ્રોડ્યુસર આનંદ પંડિત,
ગૃહ રાજય મંત્રી ગુજરાત સરકાર – શ્રી હર્ષ સંઘવી, જાણીતા ગાયક પિતા પુત્ર બેલડી – શ્રી પ્રફુલ દવે અને હાર્દિક દવે, ગુજરાતી સાહિત્યના દિગ્ગજ સમા શ્રી ભીખુદાનભાઈ ગઢવી તથા શહાબુદ્દીન રાઠોડ, ન્યુઝીલેન્ડ ટિમના ૧૦૦થી વધુ મેચ રમી ચૂકેલા ઓલ રાઉન્ડર ક્રિકેટર શ્રી દીપક પટેલ, જાણીતા પ્રોડ્યૂસર પેન એન્ટરટેનમેન્ટના માલિક શ્રી જયંતી લાલ ગડા, શેમારૂના સૂત્રધાર શ્રી કેતન મારુ સહિત અનેકાનેક નામાંકીત હસ્તીઓ હાજર રહેનાર છે.
૨૫થી વધુ દેશોમાંથી જાણીતી ગુજરાતી વિભૂતિઓ હાજર રહેશે. ગુજરાતી નામાંકીત તબીબો જેઓએ ગુજરાતી તરીકે વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરી છે..રાત્રે ગુજરાતના આગવા અને પરંપરાગત ગરબાને યુનેસ્કો દ્વારા આગવું સ્થાન મળ્યું છે તેની ઉજવણીના ભાગ રૂપે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. તેમાં નામાંકીત કલાકારો મલ્ટી મીડિયા શો દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન સંકલન કરશે જેમાં ૫૦થી વધુ કલાકારો ભાગ લેશે.
આ સાથે ગુજરાતી ડાયસ્પોરાના અલગ અલગ વિષયોને આવરી લેતા ૧૫થી વધુ સંવાદો થશે. જેમાં ૫૦થી વધુ વિશ્વભરમાં ગુજરાતી આગેવાનો હાજરી આપશે. જેમાં ગુજરાતી ડાયસ્પોરાના દુનિયામાં બિઝનેસ, પ્રોફેશન્સ, સ્પોર્ટ્સ, સાયન્સ, બ્યુરોક્રસી, આર્ટ, સંગીત, બોલીવુડ જેવા વિષયોમાં યોગદાન વિષે દુન્યાભરના ગુજરાતી મહાનુભાઓ સંવાદ કરશે.
બીજા દિવસે સવારે અમદાવાદની ઓળખ સમાન શહેરના જૂના વિસ્તારની મુલાકાત લઈ હેરિટેજ વોક કરવામાં આવશે. જયાં અમદાવાદના મેયર શ્રી પ્રતિભા જૈનજી સૌ મુલાકાતીઓને આવકારશે. તેમજ ગાંધીનગર ગિફટ સિટી ખાતે રોડ શો કરવામાં આવશે. જેમાં ગૃહ રાજયમંત્રી હાજર રહેશે.
ગુજરાત અને ગુજરાતીઓને અગ્રતા મળે એ કાર્યક્રમનો હેતુ આ ભવ્યાતિભવ્ય અને સદાબહાર પર્વના આયોજન પાછળ માત્રને માત્ર ગુજરાત અને ગુજરાતીઓને અગ્રતા મળે તે હેતુ છે. વિશ્વભરના ગુજરાતીઓ સાથે વૈચારિક આદાન પ્રદાન તેમજ તેમના કાર્યો, પ્રશ્નો, ઉપયોગિતા અને વિશેષતાથી માહિતગાર થવાય.
આ સમારંભ થી તે સૌ સાથે સેતુ બનશે. આ ઉપક્રમમાં ગુજરાત ભરના વિશિષ્ટ ગુજરાતીઓ, ગુજરાત બહારના દેશ ભરમાં વસતા ગુજરાતીઓ તથા વિશ્વભરના ચૂંટેલા ગુજરાતીઓ હાજર રહેશે. આ સમારંભમાં માત્ર આમંત્રિત મહેમાનો હાજર રહી શકશે. સાચે જ આ ઉપક્રમ ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસમાં મહત્વનો ઉપક્રમ લેખાશે.
વિશિષ્ટ મહેમાનોની વાત કરીએ તો, બી.સી સી આઇના સેક્રેટરી શ્રી જય શાહ, જાણીતા અભિનેત્રી શેફાલી શાહ, જાણીતા પ્રોડ્યુસર વિપુલ શાહ, લંડન ના ચારથી વધુ ગુજરાતી મૂળના મેયર, કેન્યાના સરકારના પ્રિન્સિપલ સેક્રેટરી , ત્રણથી વધુ દેશના ગુજરાતી મૂળના ડિપ્લોમેટ્સ,, જાણીતા સંગીતકાર પદ્મશ્રી આણંદજી શાહ, વિજુ શાહ, , વરિષ્ઠ કથાકાર પૂ. રમેશભાઈ ઓઝા ‘ભાઈ શ્રી’, શ્રી આર્ષ વિદ્યા મંદિર રાજકોટના સ્થાપક શ્રી પરમાત્માનંદ સરસ્વતી,
ગુજરાતી પ્રોડ્યુસર આનંદ પંડિત, ગૃહ રાજય મંત્રી ગુજરાત સરકાર – શ્રી હર્ષ સંઘવી, જાણીતા ગાયક પિતા પુત્ર બેલડી – શ્રી પ્રફુલ દવે અને હાર્દિક દવે, ગુજરાતી સાહિત્યના દિગ્ગજ સમા શ્રી ભીખુદાનભાઈ ગઢવી તથા શહાબુદ્દીન રાઠોડ, ન્યુઝીલેન્ડ ટિમના ૧૦૦થી વધુ મેચ રમી ચૂકેલા ઓલ રાઉન્ડર ક્રિકેટર શ્રી દીપક પટેલ, જાણીતા પ્રોડ્યૂસર પેન એન્ટરટેનમેન્ટના માલિક શ્રી જયંતી લાલ ગડા, શેમારૂના સૂત્રધાર શ્રી કેતન મારુ સહિત અનેકાનેક નામાંકીત હસ્તીઓ હાજર રહેનાર છે.
૨૫થી વધુ દેશોમાંથી જાણીતી ગુજરાતી વિભૂતિઓ હાજર રહેશે. ગુજરાતી નામાંકીત તબીબો જેઓએ ગુજરાતી તરીકે વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરી છે..રાત્રે ગુજરાતના આગવા અને પરંપરાગત ગરબાને યુનેસ્કો દ્વારા આગવું સ્થાન મળ્યું છે તેની ઉજવણીના ભાગ રૂપે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. તેમાં નામાંકીત કલાકારો મલ્ટી મીડિયા શો દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન સંકલન કરશે જેમાં ૫૦થી વધુ કલાકારો ભાગ લેશે.
આ સાથે ગુજરાતી ડાયસ્પોરાના અલગ અલગ વિષયોને આવરી લેતા ૧૫થી વધુ સંવાદો થશે. જેમાં ૫૦થી વધુ વિશ્વભરમાં ગુજરાતી આગેવાનો હાજરી આપશે. જેમાં ગુજરાતી ડાયસ્પોરાના દુનિયામાં બિઝનેસ, પ્રોફેશન્સ, સ્પોર્ટ્સ, સાયન્સ, બ્યુરોક્રસી, આર્ટ, સંગીત, બોલીવુડ જેવા વિષયોમાં યોગદાન વિષે દુન્યાભરના ગુજરાતી મહાનુભાઓ સંવાદ કરશે.
આ ભવ્યાતિભવ્ય અને સદાબહાર પર્વના આયોજન પાછળ માત્રને માત્ર ગુજરાત અને ગુજરાતીઓને અગ્રતા મળે તે હેતુ છે. વિશ્વભરના ગુજરાતીઓ સાથે વૈચારિક આદાન પ્રદાન તેમજ તેમના કાર્યો, પ્રશ્નો, ઉપયોગિતા અને વિશેષતાથી માહિતગાર થવાય. આ સમારંભ થી તે સૌ સાથે સેતુ બનશે. આ ઉપક્રમમાં ગુજરાત ભરના વિશિષ્ટ ગુજરાતીઓ, ગુજરાત બહારના દેશ ભરમાં વસતા ગુજરાતીઓ તથા વિશ્વભરના ચૂંટેલા ગુજરાતીઓ હાજર રહેશે. આ સમારંભમાં માત્ર આમંત્રિત મહેમાનો હાજર રહી શકશે. સાચે જ આ ઉપક્રમ ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસમાં મહત્વનો ઉપક્રમ લેખાશે.