વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટીમ ઈન્ડિયાને પાઠવ્યા અભિનંદન
દુબઈ, એશિયા કપ ૨૦૨૨ માટે રવિવારે રમાયેલી મેચમાં ભારતે પાકિસ્તાનને પાંચ વિકેટથી હરાવીને ધમાકેદાર શરૂઆત કરી હતી. ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો ર્નિણય લીધો હતો. પાકિસ્તાનની ટીમ ૧૪૭ રન પર ઓલઆઉટ થઈ હતી.
ત્યારબાદ ભારતીય ખેલાડીઓ મેદાન પર ઉતર્યા હતા અને દમદાર પર્ફોર્મન્સ કર્યું હતું. આ જીતમાં હાર્દિક પંડ્યા સૌથી મોટો હીરો રહ્યો હતો. તેણે ૧૯ અને ૨૦મી ઓવરમાં ૪ બાઉન્ડ્રી લગાવીને ભારતને જીત અપાવી હતી. તેણે ૧૭ બોલમાં ૩૩ રન બનાવ્યા હતા.
ભારતમાં જ્યાં એક તરફ ખુશીનો માહોલ છે તો બીજી તરફ પાડોશી દેશ પાકિસ્તાનના લોકોના ચહેરા પર ઉદાસીના વાદળ છવાઈ ગયા હતા. ટીમ ઈન્ડિયા પર સોશિયલ મીડિયા પર અભિનંદનનો વરસાદ થયો હતો.
ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવતાં લખ્યું હતું કે, ‘ટીમ ઈન્ડિયાએ આજે એશિયા કપ ૨૦૨૨ની મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું. ટીમે જબરદસ્ત કૌશલ્ય અને ધીરજનું પ્રદર્શન કર્યું. તેમને જીત પર વધામણા. ગૃહમંત્રી અમિત શાહે પણ ભારતીય ટીમને અભિનંદન આપ્યા હતા. તેમણે લખ્યું હતું ‘એશિયા કપમાં ભારતીય ટીમની શાનદાર શરૂઆત.
ખૂબ જ રોમાંચક મેચ. આ શાનદાર જીત પર ટીમને શુભેચ્છા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારતની જીત પર ટ્વીટ કરીને લખ્યું હતું ‘શું રોમાંચક મેચ હતી. ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું. સ્પોર્ટ્સની સુંદરતા એ જ છે કે, આ કેવી રીતે દેશને પ્રેરિત અને એકજુથ કરે છે.
જબરદસ્ત હર્ષ અને ગર્વની અનુભૂતિ. પાકિસ્તાન તરફથી સૌથી વધારે રન મહોમ્મદ રિઝવાને બનાવ્યા હતા. તેણે ૪૨ રન કર્યા હતા. ત્યારબાદ ઈફ્તખાર અહમદે ૨૮ રન બનાવ્યા હતા. તો બોલિંગમાં ભારતીય ટીમ માટે સૌથી વધારે ભુવનેશ્વરે ચાર વિકેટ લીધી હતી જ્યારે હાર્દિક પંડ્યાએ ત્રણ વિકેટ લીધી હતી. આ સિવાય અર્શદીપે બે અને આવેશે એક વિકેટ હડપી હતી.
ભારતને બે ઓવરમાં જીત માટે ૨૧ રનની જરૂર હતી. ્-૨૦માં તો અંતિમ ઓવરમાં એટલા રન બને છે પરંતુ ત્યાંની પિચ અલગ જ હતી. તેવામાં ભારતને ડર સતાવવા લાગ્યો હતો. ૧૯મી ઓવરમાં હારિસ રાઉફ લઈને આવ્યો. તેણે પહેલા બે બોલમાં બે રન બનાવ્યા હતા.
ઓવરના ત્રીજા બોલ પર હાર્દિક પંડ્યાએ મિડ ઓફની ઉપર ચોગ્ગો માર્યો હતો. જ્યાં બાબરની ખરાબ ફીલ્ડિંગે પણ સાથ આપ્યો હતો. છેલ્લા બોલ પર હાર્દિકે લોન્ગ ઓન અને ડીપ મિડ વિકેટની વચ્ચે ફરી ચોગ્ગો ફટકાર્યો હતો. પાંચમો બોલ ડોટ રહ્યો પરંતુ છઠ્ઠા બોલને ફરીથી પંડ્યાએ બાઉન્ડ્રી બહાર ફેંકી દીધો હતો.
૨૦મી ઓવરમાં ભારતને ૭ રનની જરૂર હતી. પહેલા જ બોલમાં સિક્સ ફટકારવાના પ્રયાસમાં રવિન્દ્ર જાડેજા મહોમ્મદ નવાઝના બોલ પર બોલ્ડ થયો હતો. ત્યારબાદ ક્રીઝ પર ઉતરી દિનેશ કાર્તિકે બીજા બોલ પર એક રન લીધો હતો. ત્રીજા બોલમાં હાર્દિક કવર તરફ રમવા માગતો હતો પરંતુ તે સીધો ફીલ્ડરના હાથમાં જતો રહ્યો.SS1MS