વડતાલધામ દ્વીશતાબ્દી મહોત્સવ પ્રસંગની વિશેષ સ્ટેમ્પ ટિકિટ અને કવરનું વિમોચન

દેવ દિવાળીના મહા પાવન પર્વ પ્રસંગે વડતાલ ધામ ખાતે ભગવાન સ્વામિનારાયણ અને લક્ષ્મીનારાયણ દેવના આશીર્વાદ પ્રાપ્ત કરી વડતાલ ધામ દ્વીશતાબ્દી મહોત્સવ પ્રસંગની વિશેષ સ્ટેમ્પ ટિકિટ અને કવરનું વિમોચન કરવામાં આવ્યું હતું.
આ વિમોચન વડતાલ ધામ આચાર્ય પ.પુ.શ્રી રાકેશપ્રસાદજી મહારાજ, કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણજી, ધારાસભ્યશ્રી પંકજભાઈ દેસાઈ, કોઠારી શ્રી ડો.સંતવલ્લભ સ્વામીજી, ચેરમેનશ્રી દેવસ્વામીજી, શ્રી નૌતમસ્વામીજી અને મંદિરના સંતશ્રીઓ, હરિભક્તોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.