Western Times News

Gujarati News

અર્પણ, તર્પણ અને સમર્પણનો ત્રિવેણી સંગમ એટલે કાર્તિકી પૂર્ણિમાનો મેળો

કાર્તિકી પૂર્ણિમા મેળો 2023 ને ખુલ્લો મુકતા કેબિનેટ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપુત

26 થી 28 નવેમ્બરના દિવસે સિદ્ધપુરના કાત્યોક મેળામાં  કલાકારો મનોરંજન પૂરું પાડશે. -કેબિનેટ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપુત

પાટણ,  પાટણ જિલ્લાના સિદ્ધપુર મુકામે અર્પણ, તર્પણ અને સમર્પણના ત્રિવેણી સંગમ સમાન કાર્તિકી પૂર્ણિમા મેળાને કેબિનેટ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપુત દ્વારા  રીબીન કાપીને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

આ પ્રસંગે કેબિનેટ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપુતે જણાવ્યું હતું કે આજે સિદ્ધપુર માટે ગૌરવનો દિવસ છે. હજારો વર્ષથી ચાલતો ત્રણ નદી સાથેના સંગમનો સૌથી પવિત્ર મેળો સિદ્ધપુરના નદીના પટની અંદર ભરાય છે. મને આજે પણ યાદ છે પહેલાના સમયમાં અમે અહીં કાત્યોકના મેળામાં આવતા હતા તે સમયે  લાકડાની ચકડોળ જોવા મળતી હતી;  અમે મિત્રો સાથે માટીથી બહુ આનંદ કિલ્લોલ કરતા હતા.

સમયની સાથે પરિસ્થિતિ બદલાઇ છે.  ગુજરાત સરકાર દ્વારા મેળામાં આવનાર તમામ યાત્રીઓને કોઈપણ પ્રકારની અગવડ ના પડે તે માટે તકેદારી રાખવામાં આવી રહી છે. અહીં દિવસે ના દિવસે  લોકોની શ્રદ્ધા  વધતી જાય છે. નગરપાલિકાની ટીમ દ્વારા સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવામાં આવી રહી છે તે બદલ હું પૂરી નગરપાલિકાની ટીમને ધન્યવાદ આપું છું. આપણે ભાગ્યશાળી છીએ કે સિદ્ધપુરની પવિત્ર ભૂમિમાં જન્મ થયો છે.

અહી લાખો લોકોનું ઉદ્ધાર થઈ રહ્યો છે.  પિતૃઓનો શ્રાદ્ધ  માટે લાખોની સંખ્યામાં લોકો સરસ્વતી નદીમાં આવે છે. અહી દીવો મૂકે છે જ્યારે આપણે ઉપર જઈએ છીએ ત્યારે એ આપણને પ્રકાશ પૂરો પાડે છે એટલા માટે જ કહેવામા આવી રહ્યું છે કે સિદ્ધપુરની પવિત્ર ભૂમિ થી  સ્વર્ગ એક વેંત દૂર છે. મેળામાં યાત્રીઓને મનોરંજન મળી રહે, ધાર્મિક સાતત્ય જળવાઈ રહે તે માટે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા 26, થી , 28 નવેમ્બરના દિવસે સિદ્ધપુરની ધરામાં  મેળામાં આવીને કલાકારો  મનોરંજન પૂરું પાડશે. આજે સિદ્ધપુર અદભુત રીતે શણગારેલું છે આપણે પણ આપણા નગરનું નામ વધે તે અનુરૂપ કાર્ય કરીને શ્રદ્ધા સાથે મેળાની મજા માનીએ.

આ પ્રસંગે આ પ્રસંગે સિદ્ધપુર નગરપાલિકા પ્રમુખશ્રી અનીતાબેન, નગરપાલિકા ઉપપ્રમુખશ્રી સોનલબેન ઠાકર, તાલુકા પંચાયત પ્રમુખશ્રી ગીરીબેન ઠાકોર, પૂર્વ પ્રમુખ નગરપાલિકા અજીતભાઈ મારફતિયા, નિવાસી અધિક કલેકટરશ્રી પ્રદિપસિંહ રાઠોડ, સંગઠનના હોદ્દેદારો શ્રી નંદાજી ઠાકોર, શ્રી વિક્રમસિંહ, શ્રી શંભુભાઈ, પૂર્વ નગરપાલીકા પ્રમુખશ્રી કૃપાબેન, શ્રી જશુભાઇ, એપીએમસીના ચેરમેન શ્રી વિષ્ણુભાઈ પટેલ, શ્રી અનિલભાઈ,  શ્રી અંકુરભાઈ મારફતિયા,  ઉપરાંત સિદ્ધપુર નગરના આગેવાનો, ઉપરાંત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.