રિચા ચઢ્ઢા-અલી ફઝલ આ મહિને લગ્નના તાંતણે બંધાશે

૫ દિવસ સુધી દિલ્હી-મુંબઈમાં ફંક્શન ચાલશે
ઘણા વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા પછી આખરે રિચા ચઢ્ઢા અને અલી ફઝલે લગ્ન કરવાનો ર્નિણય કરી લીધો છે
મુંબઈ,ઘણા વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા પછી આખરે રિચા ચઢ્ઢા અને અલી ફઝલે લગ્ન કરવાનો ર્નિણય કરી લીધો છે. તેઓ આ મહિનાનાં અંતમાં લગ્નનાં બંધનમાં બંધાઈ જશે. લગ્નની તૈયારીઓ જાેરશોરથી ચાલી રહી છે. તેને ગ્રાન્ડ બનાવવામાં બંને કોઈ કસર નહીં છોડે. રિપોર્ટ્સના અનુસાર, પાંચ દિવસ સુધી ફંક્શન ચાલશે.
લગ્નમાં પરિવાર અને નજીકના મિત્રો સામેલ થશે, પરંતુ દિલ્હી અને મુંબઈ બંને જગ્યાએ ગ્રાન્ડ રિસેપ્શન આપવાની તૈયારી છે. આ કપલ હિન્દુ અને મુસ્લિમ રીતિ-રિવાજથી લગ્ન કરશે કે નહીં તેનો ખુલાસો જલ્દી થશે. રિપોર્ટ્સના અનુસાર, લગ્નના સમારોહની શરૂઆત દિલ્હીથી થશે અને ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં મુંબઈમાં એક ગ્રાન્ડ રિસેપ્શનથી પૂરું થશે.
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સાઉથ મુંબઈની એક હોટેલમાં રિસેપ્શન આપવાની યોજના છે જેમાં ૩૫૦-૪૦૦ મહેમાન સામેલ થશે. તેમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકો પણ સામેલ હશે. આ કપલ ગયા વર્ષે જાન્યુઆરીમાં લગ્નનું પ્લાનિંગ કરી રહ્યું હતું, પરંતુ કોરોનામહામારી અને વ્યસ્ત શિડ્યુઅલના કારણે જાેડીએ લગ્નનું પ્લાનિંગ આગળ વધારી દીધું રિપોર્ટ્સના અનુસાર, કપલ હકીકતમાં એપ્રિલ ૨૦૨૦માં લગ્ન કરવા માટે તૈયાર હતું.
રિચા અને અલીના વર્કફ્રન્ટની વાત કરીએ તો બંને એક સાથે ‘ફૂકરે ૩’ માં જાેવા મળશે. બંને ૨૦૨૧માં આવેલી ‘ફૂકરે’માં સાથે હતા. આ ફિલ્મ દરમિયાન જ બંને વચ્ચે મિત્રતા થઈ અને પછી પ્રેમની શરૂઆત થઈ. ૨૦૧૫માં બંનેએ એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું અને ૨૦૧૭માં તેને ઓફિશિયલ કર્યા. હવે આ કપલ લગ્નનાં બંધનમાં બંધાવા તૈયાર છે.ss1