Western Times News

Gujarati News

લોકપ્રિયતામાં આલિયા-દીપિકાનો ક્લાસ ગયો..સામંથા નંબર વન

૨૦૨૪માં સ્ત્રી ૨ જેવી બ્લોકબસ્ટર ફિલ્મ આપનાર અભિનેત્રી શ્રદ્ધા કપૂરની આગામી ફિલ્મોમાં સ્ત્રી ૩ પણ છે

મુંબઈ,ઓરમેક્સ સ્ટાર્સ ઈન્ડિયન લવ્સે બઝ પર આધારિત યાદી બહાર પાડી છે જેમાં ટોચની ૧૦ અભિનેત્રીઓના નામનો સમાવેશ થાય છે. જેમાં દક્ષિણ અને હિન્દી સિનેમાની અભિનેત્રીઓના નામ સામેલ છે.ભારતીય સિનેમામાં એવી ઘણી અભિનેત્રીઓ છે જેમની લોકપ્રિયતા અલગ-અલગ કારણોસર છે. પરંતુ સોશિયલ મીડિયા પર હંમેશા હેડલાઇન્સ બનાવનારી અભિનેત્રીઓની યાદી બહાર આવી છે, જેમાં આલિયા-દીપિકાનો ક્લાસ ગયો અને સામંથા નંબર વન પોઝીશન પર પહોચી છે.આ લિસ્ટમાં કેટરિના કૈફનું નામ ૧૦માં નંબર પર છે.

કેટરીનાની છેલ્લી રિલીઝ થયેલી ફિલ્મ ટાઈગર ૩ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી, જ્યારે તે જ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ ક્રિસમસ ફ્લોપ રહી હતી. તેમ છતાં કેટરીનાની લોકપ્રિયતા અકબંધ છે.સાઉથની અભિનેત્રી રશ્મિકા મંદન્ના આ યાદીમાં ૯મા નંબરે છે. રશ્મિકાની અગાઉ રિલીઝ થયેલી ફિલ્મો ‘એનિમલ’ અને ‘ગુડબાય’ હિટ રહી હતી. હવે આગામી ફિલ્મ પુષ્પા ૨ છે જે ૫મી ડિસેમ્બરે રિલીઝ થશે.સાઈ પલ્લવીનું નામ આઠમા નંબર પર છે. ૨૦૨૬માં આવનારી ફિલ્મ રામાયણમાં સાઈ પલ્લવી માતા સીતાના રોલમાં જોવા મળશે જેની સાથે રણબીર કપૂર ભગવાન રામના રોલમાં જોવા મળશે.૨૦૨૪માં સ્ત્રી ૨ જેવી બ્લોકબસ્ટર ફિલ્મ આપનાર અભિનેત્રી શ્રદ્ધા કપૂરની આગામી ફિલ્મોમાં સ્ત્રી ૩ પણ છે.

ઓરમેક્સની યાદીમાં તેને સાતમા નંબરે રાખવામાં આવ્યો છે.આ યાદીમાં કાજલ અગ્રવાલ છઠ્ઠા નંબર પર છે. કાજલ સાઉથની લોકપ્રિય અભિનેત્રી છે જે હિન્દી ફિલ્મ સિંઘમમાં પણ જોવા મળી છે.યાદીમાં સાઉથની અભિનેત્રી ત્રિશા કૃષ્ણનને પાંચમા નંબરે રાખવામાં આવી છે. ત્રિશાએ હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. ચોથા નંબર પર બોલિવૂડની લેડી સિંઘમ છે. તેની છેલ્લી રિલીઝ સિંઘમ અગેઇન હતી જે બોક્સ ઓફિસ પર સફળ રહી હતી.જવાન ફિલ્મમાં શાહરૂખ ખાન સાથે રોમાન્સ કરનાર અભિનેત્રી નયનથારા સાઉથની લોકપ્રિય અભિનેત્રી છે. આ યાદીમાં તેનું નામ ત્રીજા નંબર પર રાખવામાં આવ્યું છે.જયારે બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટનું નામ બીજા સ્થાને છે. નાની ઉંમરમાં આલિયાએ પોતાની પ્રતિભાથી ઘણી લોકપ્રિયતા મેળવી છે.લોકપ્રિયતાના મામલામાં સાઉથની હાઈપ અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ પ્રથમ નંબરે છે. તેની લોકપ્રિયતા માત્ર દક્ષિણમાં જ નહીં પરંતુ હિન્દી દર્શકોમાં પણ છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.