સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કર્મચારી સોસાયટીમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો
રાજકોટ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કર્મચારી કોઓપરેટીવ હાઉસિંગ સોસાયટીમાં વૃક્ષારોપણનો પ્રારંભ કરાવતાં શહેર ભાજપ પ્રમુખ શ્રી કમલેશભાઈ મીરાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી પુષ્કરભાઈ પટેલ, શહેર ભાજપ મંત્રીશ્રી વિક્રમભાઈ પૂજારા, યુવા ભાજપ મહામંત્રી શ્રી કુલદીપસિંહ જાડેજા તથા કોર્પોરેટર શ્રીમતી ભાવનાબેન વસાણી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મંત્રીશ્રી ગોવિંદભાઇ સભાયાની પ્રેરક ઉપસ્થિતિ
છેલ્લા ત્રણ વર્ષથી કોરોના સંક્રમણ દરમિયાન આપણે સૌએ વૃક્ષો ની અગત્યતા શું હોઈ શકે એ સુપેરે જાણી લીધું. જીવનમાં ઓક્સિજન નું મહત્વ સમજાયું. પર્યાવરણ ની સમતુલા જળવાઈ રહે એ માટે ઓક્સિજન ઉત્પન્ન કરતાં વૃક્ષો સિવાય કોઈ વિકલ્પ નથી. ગમે એવી વિશાળ ફેક્ટરી હોય પણ વૃક્ષો દ્વારા જે ઓક્સિજન ઉત્પાદન થાય એની તોલે કોઈ આવી ન શકે.*
વૃક્ષોની મહત્તા સમજી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કર્મચારી કોઓપરેટીવ હાઉસિંગ સોસાયટીનાં કાર્યદક્ષ અને વૃક્ષો પ્રત્યે અપાર લાગણી ધરાવતા સહમંત્રી શ્રી રમેશભાઈ સભાયાએ હરિયાળી ક્રાંતિ સર્જવાનો સંકલ્પ કર્યો અને જેની ફલશ્રુતિરૂપે સોસાયટી પ્રમુખ પ્રો. જયદીપસિંહ ડોડિયા, મંત્રી સાજીભાઈ મેથ્યૂ, સહમંત્રી શ્રી અજયસિંહ એમ. પરમાર અને અન્ય આગેવાનોએ એમનાં અભિયાન ને વધાવી લીધું અને આજે આ વૃક્ષારોપણ નાં પ્રથમ ચરણમાં ૧૦ વૃક્ષોનું આરોપણ કરવામાં આવ્યું.
અગ્રણી બિલ્ડર અને સિવિલ હોસ્પિટલ પરિસરમાં ગરીબ દર્દીઓની સેવામાં છેલ્લા પાત્રિસ વર્ષથી કાર્યરત અને સમાજમાં દુઃખિયાના ભેરૂ તરીકે જાણીતા એવાશ્રી રમેશભાઈ સભાયાએ તમામ વૃક્ષો દત્તક લઈ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ દસેય વૃક્ષોને વાવવા થી લઈને ઉછેરવાં સુધીની તમામ જવાબદારી ઉઠાવી પ્રેરક દ્રષ્ટાંત પુરૂં પાડ્યું છે.
આજના આ પ્રારંભિક વૃક્ષારોપણ માં રાજકોટ શહેર ભાજપ પ્રમુખ શ્રી કમલેશભાઈ મીરાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી પુષ્કરભાઈ પટેલ, શહેર ભાજપ મંત્રીશ્રી વિક્રમભાઈ પૂજારા, પ્રદેશ કોંગ્રેસ મંત્રીશ્રી ગોવિંદભાઈ સભાયા વિ. મહાનુભાવોનાં વરદ્ હસ્તે શુભારંભ કરવામાં આવ્યો.
આ પ્રસંગે સેવાભાવી સંસ્થા શ્રી સિધ્ધનાથ મહાદેવ પરિવાર નાં સ્થાપક અને પ્રકૃતિપ્રેમી શ્રી હેમંતસિંહ ડોડીયા તથા પૂર્વ વેરા અધિકારી શ્રી જયુભા બી.વાળા ની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.*
સોસાયટી સભ્યો ઉધોગપતિ શ્રી ભરતભાઈ વાછાણી, સ્થાપક મંત્રી શ્રી ઉપેન્દ્રભાઈ પંડયા, સામાજિક અગ્રણી શ્રી નિલેશભાઈ માંડવીયા, પ્રો. હરીભાઇ કગથરા, સહમંત્રી શ્રી અજયસિંહ પરમાર, ડો. અનિલ આર. શેઠ સાહેબ, શ્રી દિલીપભાઈ આહ્યા , શ્રી હસમુખભાઇ વી. જોશી, શ્રી ચંદુભાઇ વેકરીયા, શ્રી ત્રંબકભાઈ ત્રિવેદી, યુવા અગ્રણીશ્રી પરીન ધીરૂભાઈ ડોબરીયા તથા શ્રી દિવ્યાંગભાઈ રાવલ સહિતના સોસાયટીના સભ્યોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
આગામી દિવસોમાં અસંખ્ય વૃક્ષો વાવવાનાં ધ્યેય સાથે તમામ કારોબારી સભ્યોએ અને સોસાયટી પ્રમુખ પ્રો. જયદીપસિંહ ડોડિયા અને અન્ય આગેવાનોએ પ્રતિબદ્ધતા વ્યકત કરી હતી..