Western Times News

Gujarati News

શામળાજી પોલીસે ટ્રકમાં લાકડાની નીચે સંતાડેલ 4 લાખનો દારૂ ઝડપ્યો

(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલની પ્રોહીબીશનની શખ્ત અમલવારીની સૂચનાને પગલે પોલિસતંત્ર પ્રોહીબીશનની કામગીરી માટે સતત દોડાદોડી કરી રહી છે બુટલેગરો જીલ્લાના વિવિધ માર્ગ પરથી ટ્રક, કાર, બાઈક અને મોપેડ મારફતે વિદેશી દારૂ ઠાલવવા નિતનવા નુસ્ખા અપનાવી રહ્યા છે

શામળાજી પોલીસે પુષ્પા સ્ટાઇલ ટ્રકમાં લાકડાની નીચે સંતાડી દારૂ ઘુસાડવાના બુટલેગરોના પ્રયાસને નિષ્ફ્‌ળ બનાવી ટ્રકમાંથી વિદેશી દારૂની ૫૬૫૨ બોટલ સાથે રાજસ્થાની બે ખેપિયાને દબોચી લીધા હતા શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતા વાહનોનું રાઉન્ડ ધી ક્લોક સઘન ચેકીંગ હાથધરી બાતમીદારો સક્રિય કરતા ટ્રકમાં લાકડાની આડમાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી મળતા પોલીસ સતર્ક બની

શંકાસ્પદ વાહનોનું ચેકીંગ દરમિયાન બાતમી આધારિત ટ્રક આવતા અટકાવી તલાસી લેતા ટ્રકમાં મોટીમાત્રામાં લાકડાનો જથ્થો જોવા મળતા પોલીસે લાકડાઓ હટાવતા નીચે સંતાડેલ વિદેશી દારૂની ૧૨૬ પેટી માંથી ૫૬૫૨ બોટલ કીં.રૂ.૪૦૮૦૮૪/- તેમજ ટ્રક મોબાઈલ મળી કુલ રૂ.૯.૧૨ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ટ્રક ચાલક રમેશ ઉર્ફ ધુલા મીણા અને પ્રકાશ સંગ્રામસિંહ મીણા (બંને,રહે.રાજસ્થાન)ની ધરપકડ કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દઈ વિદેશી દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ બુટલેગરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.