SVPમાં “મા-વાત્સલ્ય કાર્ડ” યોજના બંધઃ રાજય સરકારનો પત્ર અભરાઈએ
(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, રાજય સરકારની ગ્રાન્ટમાંથી કાર્યરત થયેલ એસવીપી હોસ્પિટલ (SVP Hospital) અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation – AMC) માટે “સફેદ હાથી” સમાન બની ગઈ છે જાન્યુઆરી ર૦૧૯માં લોકાર્પણ કરવામાં આવ્યુ તે સમયથી એસવીપી હોસ્પિટલમાં વિવાદ વધુ અને પેશન્ટ ઓછા રહયા છે.
હોસ્પિટલ કેમ્પસમાં કાર્યરત એપોલો ફાર્મસી દ્વારા વધુ ભાવ લેવા કે મેન પાવર સપ્લાય કરતી કંપનીની લાલિયાવાડીના કારણે સ્ટાફ અને દર્દીઓને થતી માનસિક પરિસ્થિતિ સહીત અનેક મુદ્દે એસવીપી હોસ્પિટલ સામે આંગળી ચીંધાતી રહી છે.
આ તમામ બાબતો ઉપરાંત એસવીપીમાં સૌથી મોટો વિવાદ “મા અમૃતમ” અને “વાત્સલય કાર્ડ”નો રહયો છે. દેશભરની શ્રેષ્ઠ હોસ્પિટલોમાં બેરોકટોક આ બંને કાર્ડ ચાલી રહયા છે જયારે એસવીપીમાં તેનો સ્વીકાર થતો નથી, રાજય સરકાર દ્વારા લેખિત આદેશ કરવામાં આવ્યા બાદ એસવીપીના “રાજા બાબુઓ” ગરીબ દર્ઓને ડીપોઝીટ વગર દાખલ કરતા નથી.
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની આગવી ધરોહર શેઠ વાડીલાલ સારાભાઈ હોસ્પિટલને નામશેષ કરી શરૂ કરવામાં આવેલી એસવીપી હોસ્પિટલ મ્યુનિ. વહીવટીતંત્ર અને સત્તાધારી પક્ષ માટે શિરદર્દ બની રહી છે. એસવીપી હોસ્પિટલના લોકાર્પણ બાદ શરૂઆતના તબક્કે “મા કાર્ડ”નો સ્વીકાર થતો નહતો.
તેમજ દર્દીઓ પાસેથી રૂા.પાંચ હજાર ડીપોઝીટ લેવામાં આવતી હતી જે મામલે વારંવાર રજુઆતો થયા બાદ હોસ્પીટલ દ્વારા “મા” અને “વાત્સલય કાર્ડ”ના દર્દીઓની સારવાર શરૂ કરવામાં આવી હતી જે કોરોના આગમન સુધી યથાવત રહી હતી.
કોરોના કાળ હળવો થયા બાદ જાન્યુઆરી-ર૦રરથી હોસ્પિટલમાં તમામ દર્દીઓને સારવાર આપવાની શરૂઆત કરવામાં આવી છે. પરંતુ વધુ એક વખત “મા કાર્ડ” કે “પીએમજય” કાર્ડના દર્દીઓને દાખલ કરવામાં આવતા નથી. સુત્રોનું માનીએ તો બે મહીના અગાઉ ટ્રાન્સફર થઈને ગયેલા મ્યુનિ. કમિશ્નર એસવીપીને “કોર્પોરેટ” ઢબે ચલાવવા ઈચ્છતા હતા
તેથી દર્દીઓને રાહત આપવાના બદલે તબીબોને ટકાવારી શરૂ કરવા વિચારણા શરૂ થઈ હતી, પરંતુ વ્યાપક વિરોધના પગલે સદ્ર દરખાસ્તનો અમલ થયો ન હતો, પરંતુ દુઃખની બાબત એ છે કે હોસ્પીટલને “કોર્પોરેટ” લુક આપવાની લ્હાયમાં ગરીબ- મધ્યમવર્ગના દર્દીઓ એસવીપીમાં દાખલ થતા ડરી રહયા છે.
આ ડર માત્ર ઓછી સારવારનો છે. ઉચ્ચ અધિકારીઓ અને સત્તાધારી પાર્ટીની ભુલના કારણે ૧ર૦૦ બેડની હોસ્પિટલમાં હાલ દૈનિક સરેરાશ માત્ર ર૪ ઈન્ડોર પેશન્ટ આવે છે જયારે ઓ.પી.ડી પેશન્ટની દૈનિક સંખ્યા ૩૦૦ આસપાસ રહે છે.
એસવીપી હોસ્પિટલમાં સતત ઘટતી જતી દર્દીઓની સંખ્યાના કારણે સત્તાવાળા મુંઝવણમાં મુકાયા છે, રાજય સરકારે રપ ફેબ્રુઆરી- ર૦રર એ “મા-કાર્ડ” અને “વાત્સલય કાર્ડ” શરૂ કરવા પત્ર લખ્યો હતો તેનો અમલ થઈ રહયો નથી હોસ્પિટલમાં દર્દીઓની ઓછી સંખ્યાના કારણે આર્થિક નુકશાન વધી રહયુ છે
તેમજ મેડીકલ કોલેજના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે પુરતી તક પણ મળતી નથી. વિપક્ષ કોંગ્રેસની સાથે સાથે ભાજપના કોર્પોરેટરો પણ “મા” અને “ઁસ્ત્નછરૂ” કાર્ડ શરૂ કરવા માટે રજુઆત કરી રહયા છે. પરંતુ એસવીપીમાં હાલ ચાલી રહેલી “રાજા શાહી”ના કારણે અધિકારીઓ રીવરફ્રન્ટનો “નયન રમ્ય” નજારો નીરખી રહયા છે.
તેમને ગરીબ-મધ્યમવર્ગના દર્દીઓ કે તંત્રની ખાલી થતી તિજાેરી સાથે કોઈ જ લેવા દેવા નથી તેમજ કેન્દ્ર સરકારની યોજનાનો અમલ ન કરવા માટે ડર પણ રહયો નથી.