Weather : ૩ ડિગ્રી જેટલો પારો ઉંચે ચડીને ૪૦.૩ ડિગ્રીએ પહોંચતાં આકરો તાપ
આ વર્ષે ગરમી તમામ રેકોર્ડ તોડે તેવી સંભાવના-હાલમાં મહતમ તાપમાનનો પારો
અમદાવાદ, અમદાવાદમાં ગરમી આ વર્ષે તેના તમામ રેકોર્ડ તોડે તેવી શક્યતા દેખાઈ રહી છે. ફેબ્રુઆરી મહિનાથી જ ગરમીએ રેકોર્ડ તોડવાની શરૂઆત કરી દીધી છે. અમદાવાદમાં પાછલા વર્ષો કરતા વધુ તાપમાન નોંધાયું છે. ભુજમાં પણ ગરમીનો રેકોર્ડ તૂટ્યો છે.
આજે સૌથી વધુ તાપમાન ભુજમાં ૩૯.૫ ડિગ્રી નોંધાયું છે. ગાંધીનગર, નલિયા, રાજકોટ, વલસાડ, ડાંગ, જૂનાગઢમાં તાપમાન ૩૮ ડિગ્રીની આસપાસ પહોંચી ચૂક્યું છે. ગ્રીન સીટી કહેવાતા ગાંધીનગરના અમદાવાદ કરતા પણ વધુ તાપમાન નોંધાયું છે.
અમદાવાદમાં આજનું તાપમાન ૩૭.૮ ડિગ્રી નોંધાયું છે. ગત વર્ષે ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયામાં મહત્તમ ૩૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ વર્ષે ફેબ્રુઆરીના બે અઠવાડિયા બાદ જ પાછલા વર્ષોના રેકોર્ડ તૂટ્યા છે. હવામાન વિભાગના અધિકારી પ્રીતિ શર્માએ જણાવ્યું હતું કે,ફેબ્રુઆરી મહિનાની શરૂઆતથી જ મહતમ તાપમાન ધીમે ધીમે ઊંચકાઈ રહ્યો હતો અને હાલમાં મહતમ તાપમાનનો પારો એક ઝાટકે ૩ ડિગ્રી જેટલો ઉંચે ચડીને ૪૦.૩ ડિગ્રીએ પહોંચતાં આકરો તાપ વરસ્યો હતો.
ગ્લોબલ વોર્મિંગના કારણે કલાઈમેન્ટ બદલાઈ રહ્યું છે અને ખરેખર જે તાપમાન હોવું જાેઈએ. ભુજમાં તેના કરતાં વિપરીત નોંધાઈ રહ્યું છે અને છેલ્લાં કેટલાક વર્ષોનો રેકોર્ડ તૂટ્યો છે.સામન્ય રીતે ફેબ્રુઆરી મહિનામાં ૩૫ ડિગ્રી જેટલો તાપમાન નોંધાતો હોય છે જ્યારે આ વર્ષે ૪૦ ડિગ્રી તાપમાન નોંધાયું છે. હજુ પણ આગામી ૨ દિવસ સુધી મહતમ તાપમાન ૩૮ થી ૪૦ ડિગ્રી વચ્ચે જળવાઈ રહેશે અને ત્યાર બાદ ૨ થી ૩ ડિગ્રી તાપમાન ઓછું થશે.
સવારે અને રાત્રે ઠંડીના ચમકારા સાથે દિવસે બફારાના વાતાવરણના કારણે વિષમતા સર્જાતા શરદી ઉધરસ કફ તેમજ માતાના દુખાવો અને અંગ જકડાઈ જવા જેવી તકલીફો જાેવા મળી રહી છે. ૧૧ વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં અનુભવાયેલી ગરમીનો વિક્રમ તૂટ્યો છે. વર્ષ ૨૦૧૭ની ૧૯ ફેબ્રુઆરીએ જિલ્લા મથક ભુજમાં મહતમ તાપમાન ૩૯ ડિગ્રી રહ્યું હતું.
હવામાન વિભાગમાંથી મળતી માહિતી મુજબ છેલ્લા ૧૧ વર્ષના સમયગાળામાં ભુજમાં ફેબ્રુઆરીમાં રેકોર્ડ બ્રેક ગરમી નોંધાઇ છે. કચ્છમાં એક બાજુ સવારે અને મોડી સાંજે લોકો ઠંડક અનુભવી રહ્યા છે ત્યારે બીજી બાજુ બપોરના ૧૧ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી લોકો ગરમી નો પ્રકોપ સહી રહ્યા છે
અને આ તો હજુ ફેબ્રુઆરી મહિનો છે ત્યારે ૪૦ ડિગ્રી જેટલું મહત્તમ તાપમાન નોંધાઈ રહ્યું છે. હજુ તો જેઠ અને વૈશાખ જેવા ઉનાળાના મુખ્ય મહિનાઓ બાકી છે અને તાપ વરસી રહ્યો છે તો આવનારા દિવસમાં ઉનાળો કેટલો આકરો બનશે. ભુજ સમગ્ર રાજ્યમાં ગરમ મથક બની ગયું હતું.
છેલ્લાં અઠવાડિયાથી ભુજમાં મહતમ તાપમાન ૩૬ ડિગ્રીથી ૪૦ ડિગ્રી જેટલું નોંધાઈ રહ્યું છે. સૂકા રણપ્રદેશ એવા સરહદી જિલ્લા કચ્છમાં અબડાસા તાલુકાના નલિયામાં ઠંડીનો ચમકારો વધુ હોય છે તો આ વખતે જિલ્લા મથક ભુજમાં મહત્તમ તાપમાન વધુ નોંધાતા લોકોને ગરમી નો પ્રકોપ સહન કરવો પડી રહ્યો છે.