પાક.ના ખેલાડીએ ઈંગ્લેન્ડના કેપ્ટન સાથે હાથ ન મિલાવ્યો
નવી દિલ્હી, પાકિસ્તાન ક્રિકેટ ટીમને ઈંગ્લેન્ડ સામે ઘરઆંગણે રમી રહેલી ટેસ્ટ શ્રેણીમાં શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. રાવલપિંડી ટેસ્ટમાં હાર બાદ મુલતાનમાં રમાયેલી બીજી મેચમાં પણ ટીમનો પરાજય થયો હતો.
મેચના ચોથા દિવસે ઈંગ્લેન્ડ તરફથી મળેલા ૩૫૫ રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમ બીજા દાવમાં ૩૨૮ રનના સ્કોર પર ઓલ-રાઉન્ડ થઈ ગઈ હતી. મેચ પુરી થયા બાદ પાકિસ્તાનના ખેલાડીએ ઈંગ્લેન્ડના કેપ્ટન સાથે કંઈક કર્યું, જેના પછી તેની ટીકા થઈ રહી છે. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
મુલ્તાનમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચ જીતીને ઈંગ્લેન્ડે ત્રણ મેચની શ્રેણીમાં ૨-૦ની અજેય સરસાઈ સાથે જીત મેળવી હતી. મેચ પુરી થયા બાદ પાકિસ્તાનના ખેલાડી મોહમ્મદ અલીએ કંઈક એવું કર્યું જેને જાેઈને બધા ચોંકી ગયા. મેચ પૂરી થયા બાદ જ્યારે ઈંગ્લેન્ડના કેપ્ટને તેની સાથે હાથ મિલાવવા હાથ લંબાવ્યો તો તેણે સ્પષ્ટ ના પાડી દીધી. આ પછી તેણે કંઈક કહ્યું, તો સ્ટોક્સે જવાબ આપ્યો કે કોઈ સમસ્યા નથી.
પાકિસ્તાની ખેલાડીઓની એક્શન કેમેરામાં કેદ થઈ હતી અને હવે લોકો તેને સોશિયલ મીડિયા પર જાેરદાર રીતે શેર કરી રહ્યા છે. રમતની ભાવનાની જેમ, મેચ દરમિયાન ભલે ગમે તે થાય, પરંતુ બંને ટીમના ખેલાડીઓ મેચ પછી એકબીજા સાથે હાથ મિલાવે છે.
હાથ મિલાવવા આગળ ગયેલા સ્ટોક્સને પાકિસ્તાનના ખેલાડીએ શું કહ્યું તે ત્યારે જ ખબર પડશે જ્યારે બંનેમાંથી કોઈ આ અંગે વાત કરશે. મુલતાનમાં રમાયેલી ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં ઈંગ્લેન્ડે ૨૮૧ રન બનાવ્યા હતા જ્યારે પાકિસ્તાનની ટીમ ૨૦૨ રનમાં સમેટાઈ ગઈ હતી.
બીજી ઇનિંગમાં ૨૭૫ રન બનાવ્યા બાદ ઇંગ્લિશ ટીમે યજમાન ટીમ સામે ૩૫૫ રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ મેચ ચાર દિવસમાં પુરી થઈ હતી અને ઈંગ્લેન્ડે ૨૬ રને જીત સાથે શ્રેણી પોતાના નામે કરી હતી.SS1MS