Western Times News

Gujarati News

મહેન્દ્ર સિંહ ધોનીએ રસ્તા વચ્ચે પૂરી કરી ફેન્સની ઈચ્છા

નવી દિલ્હી, મહેન્દ્ર સિંહ ધોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. પરંતુ તેની ફેન ફોલોઈંગમાં કોઈ ઘટાડો થયો નથી. તે જ્યાં પણ જાય છે, ત્યા ચાહકો તેની એક ઝલક મેળવવા પહોંચી જાય છે જેમાં ચાહકો પણ તેમના મનપસંદ ક્રિકેટર પાસે ઘણી માંગણીઓ કરતા હોય છે.

કેટલાક સેલ્ફી લેવા માંગે છે તો કેટલાકને ઓટોગ્રાફ જાેઈએ છે. જાેકે, એવું ભાગ્યે જ બને છે કે ધોની કોઈને નિરાશ કરે છે. અને માહીએ ફરી એકવાર આવું જ કંઈક કર્યું છે. તેણે રસ્તાની વચ્ચોવચ તેના ફેન્સનો દિવસ બનાવી દીધો.જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ધોનીનો જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં ટીમ ઈન્ડિયાનો પૂર્વ કેપ્ટનને રોડ પર તેના એક ફેન્સને પીઠ પર જ ઓટોગ્રાફ આપી દીધો. જાેકે, આવું ભાગ્યે જ જાેવા મળતુ હોય છે. વીડિયોમાં જાેઈ શકાય છે કે ધોની સફેદ ટી-શર્ટ પહેરેલા ફેનને પીઠ પર ઓટોગ્રાફ આપતો જાેવા મળી રહ્યો છે. પોતાના મનપસંદ ખેલાડી પાસેથી મળેલા ઓટોગ્રાફથી ફેન્સની ખુશીનો પણ કોઈ પાર ન રહ્યો.

આ ઓટોગ્રાફ પછી ફેન્સ પણ ભાગ્યે જ આ ટી-શર્ટ ધોવાનું વિચારશે. જાેકે, હાલમાં જ ધોનીનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં તે હાર્દિક પંડ્યા સાથે ડાન્સ કરતો જાેવા મળ્યો હતો.

ફેન્સને ધોનીની આ સ્ટાઈલ ઘણી પસંદ આવી હતી. કારણ કે ધોની આ અંદાજમાં ભાગ્યે જ જાેવા મળ્યો છે. ધોની છેલ્લા બે વર્ષથી માત્ર આઈપીએલ જ રમી રહ્યો છે.

આ ટૂર્નામેન્ટ દરમિયાન તે ક્રિકેટના મેદાનમાં જાેવા મળે છે. ધોનીએ IPL ૨૦૨૨ પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટન્સી છોડી દીધી હતી. તેમના સ્થાને રવિન્દ્ર જાડેજાને ટીમની કપ્તાની સોંપવામાં આવી હતી.

પરંતુ, જાડેજાની કપ્તાની હેઠળ પ્રદર્શન શરૂઆતની મેચોમાં ખરાબ રહ્યું હતું. આ પછી સીઝનના મધ્યમાં ધોનીને ફરીથી કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. આ પછી ચેન્નાઈની ટીમ વિનિંગ ટ્રેક પર પાછી ફરી હતી. પરંતુ, તે સમયે મોડું થઈ ગયું હતું અને ઝ્રજીદ્ભ ૧૪ માંથી ૪ મેચ જીતીને ૯મા સ્થાને આવી ગઈ હતી. IPL ૨૦૨૩માં ધોની ચેન્નાઈ સુપર કિંગ્સનું નેતૃત્વ કરશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.