બે સીટ પર ચૂંટણી લડતા રોકવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી
નવી દિલ્હી, દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમકોર્ટે કોઈ ઉમેદવારને ૨ સીટ પર ચૂંટણી લડતા રોકવાની માગ કરતી અરજી ફગાવી દીધી છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે કાયદો બનાવવાનું કામ તો સંસદનું છે અમારું નહીં. જાે તેમને યોગ્ય લાગતું હોય તો તે કાયદો બનાવે. અરજીમાં અરજદારે કહ્યું હતું કે કોઈ ૨ જગ્યાએથી ચૂંટણી લડી અને પછી એક સીટ છોડી દે આ તો મતદારો સાથે અન્યાય ગણાય. તેનું ભારણ તો સરકારી ભંડોળ પર જ પડે છે ને. ૨૦૧૭માં એડવોકેટ અશ્વિની ઉપાધ્યાય તરફથી દાખલ આ અરજી પર અગાઉ સુનાવણીમાં કેન્દ્ર સરકારે તેનો વિરોધ કર્યો હતો.
કેન્દ્ર સરકારે આ અરજીનો વિરોધ કરતા જણાવ્યું હતું કે લોકપ્રતિનિધિત્વ કાયદાની કલમ ૩૩ (૭)માં એ વાતની મંજૂરી આપવામાં આવી છે કે કોઈ વ્યક્તિ ૨ સીટ પરથી ચૂંટણી લડી શકે છે. આ કાયદામાં ફેરફાર કરે સુધારો કરવો એ સંસદનું કામ છે. બીજી બાજુ ચૂંટણી પંચે આ અરજીને સમર્થન આપ્યું હતું. પંચે કહ્યું હતું કે અમે ખુદ આ મામલે ૫ જુલાઈ ૨૦૦૪ના રોજ આ બાબતે આગ્રહ કરતો એક પત્ર પીએમ મોદીને લખ્યો હતો. પંચે તેમાં કહ્યું હતું કે જ્યારે ઉમેદવાર બંને સીટો પર જીતી જાય તો તે એક સીટ છોડી દે છે.
એવામાં છોડેલી સીટ પર નવેસરથી ચૂંટણી યોજવા માટે નવેસરથી ખર્ચ કરવો પડે છે. આ સરકારી ભંડોળનો વેડફાટ જ કહેવાય. સીટ ખાલી કરવામાં આવે તો નવેસરથી ચૂંટણી યોજવા માટે ખર્ચની વસૂલી કરવામાં આવે.SS2.PG