વર્ષભરનાં ઘઉં ખરીદવાની સીઝન શરૂ, હોલસેલ માર્કેટમાં ભીડ જામી

પોરબંદર, ઉનાળા સીઝન ગૃહિણીઓ માટે મહત્વની હોય છે. વર્ષભરની વસ્તુઓનો તૈયાર કરવાની હોય છે. ઉનાળામાં ધાણા, જીરું, હળદર, મરચું, અથાણા, અનાજ વગેરેની તૈયારી કરવામાં આવે છે. બજારમાં આ તમામ વસ્તુઓનો સ્ટોલ પણ લાગી ગયા છે. ખાસ કરીને ઉનાળામાં વર્ષભરની ખરીદી કરવામાં આવે છે. પોરબંદદરમાં હોલસેલ ભાવમાં ઘઉંન મળી રહ્યાં છે.લોકો ઘઉંની ખરીદી કરી રહ્યાં છે.
બજારમાં ઘઉંના ભાવ ૫૫૦ રૂપિયાથી લઇને ૭૫૦ રૂપિયા છે. ઘઉંના ભાવમાં ખાસ કોઇ વધારો થયો નથી. પોરબંદરમાં છેલ્લા ૪૦ વર્ષથી કુણાલભાઇ મોનાણી અનાજનો હોલસેલનો વેપાર કરી રહ્યાં છે. કુણાલભાઇએ જણાવ્યું હતું કે, અમે છેલ્લા ૪૦થી અનાજનાં વેપાર સાથે જોડાયેલા છીએ. પહેલા અનાજ ખરીદી કરવામાં આવે છે. બાદ ગ્રેડિંગ કરી અનાજની સફાઇ કરવામાં આવે છે.
બાદ માર્કેટમાં વેચાણ કરવામાં આવે છે. ઉનાળોનો પ્રારંભ થતા લોકો ખરીદી કરી રહ્યાં છે. બજારમાં લોકવન અને ટુકડા ઘઉંનું વેચાણ કરવામાં આવી રહ્યો છે.
લોકો પોતાની પસંદ મુજબનાં ઘઉં ખરીદી રહ્યાં છે. ભાવની વાત કરવામાં આવે તો ગત વર્ષની સરખામણીએ ભાવમાં ખાસ વધારો થયો નથી. હાલ ઘઉંના ભાવ ૫૫૦ રૂપિયાથી લઇને ૭૫૦ રૂપિયા છે. લોકો ઘઉંની સાથે ધાણા, જીરું વગેરેની પણ ખરીદી કરી રહ્યાં છે. ખાસ કરીને લોકો વર્ષભરનાં ઘઉં એક સાથે ખરીદી કરે છે. પોરબંદરમાં લોકો વેપારી પાસેથી ઘઉંની ખરીદી કરે છે.
એટલું જ નહીં, કેટલાક લોકો સીધા ખેડૂત પાસેથી પણ ઘઉંની ખરીદી કરી છે. ખેડૂત પાસેથી ઘઉંની ખરીદ કરતા સસ્તા ભાવે મળે છે. તેમજ ભેળસેળની શક્યતા રહેતી નથી. વેપારીઓને ઘઉં સ્થાનિક કક્ષાએથી મળી રહે છે. પરંતુ ચોખા પંજાબ અને તુવેરદાળ મહારાષ્ટ્રથી ખરીદી કરે છે અને સ્થાનિક બજારમાં વેચાણ કરે છે.SS1MS