ભરૂચમાં IPL મેચ ઉપર રમાતા સટ્ટાબેટિંગનો પર્દાફાશઃ એકની અટકાયત
જીગ્નેશ બ્રહ્મભટ્ટ પ્રયોસા ટ્રાવેલ્સના માલિક છે સાથે તેઓ અગાઉના સમયમાં નગરપાલિકાના પ્રમુખ બનવા માટે ભાજપમાં બળવો કરી કોંગ્રેસ સાથે હાથ મિલાવી કોંગ્રેસમાંથી પ્રમુખ બન્યા હતા
(વિરલ રાણા દ્વારા) (પ્રતિનિધિ)ભરૂચ, ભરૂચ જીલ્લામાં લોકસભાની ચૂંટણી ટાણે ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટે પોલીસ તપાસમાં હતી. તે દરમ્યાન ઓનલાઈન સટ્ટો રામાડનાર ઝડપાઈ જતા એકની અટકાયત કરી હતી તેની સામે ગુનો દાખલ કર્યો હતો. Travels owner and BJP rebel who became Congress president was betting on IPL matches
રમતમાં ભરૂચ ભાજપ કિશાન મોરચાના શહેર પ્રમુખ અને પાલિકાના પૂર્વ પ્રમુખ તેમજ પ્રયોશા ટ્રાવેલ્સના માલિક જીગ્નેશ બ્રહ્મભટ્ટ પણ સામેલ હોય તેવા પુરાવા મળી આવતા પોલીસે ગુનો નોંધી વોન્ટેડ જાહેર કર્યો હતો.
હાલમાં આઈપીએલ ક્રિકેટની મેચો ચાલી રહી છે અને હાર જીતનો પૈસા વડે સટ્ટો રમાતો હોય જે પ્રવૃત્તિને ડામવા માટે ભરૂચ એ ડિવિઝનના પીઆઈ વી યુ ગડરિયા તથા તેમની ટિમ આવા ગુનો શોધવા પેટ્રોલિંગ કરી રહી હતી.
આ દરમ્યાન ખાનગી રાહે બાતમી મળી હતી કે સ્ટેશન રોડ ખાતેના ગોદી રોડ ઉપર આવેલ રોશન ટેલર નામની દુકાનની પાસે લીલા કલરના પઠાણી કપરા પહેરેલ ઈસમ ટીવીએસ મોપેડ ઉપર બેસેલ છે અને હાલમાં ચાલી રહેલી આઈપીએલ મેચમાં ચિઠ્ઠીઓ નાંખી તથા મોબાઈલ ફોન ઉપર અન્ય વ્યક્તિઓ સાથે મોબાઈલમાં સત્તા બેટિંગનો હાર જીતનો જુગાર રમી અને રમાડે છે
અને હાલમાં ચાલી રહેલી મુંબઈ ઈન્ડિયન્સ અને લખનવ સુપર ઝાયન્ટ વચ્ચેની મેચ ચાલુ છે.જેમાં ચિઠ્ઠી નાંખી મેચના બંને ખિલાડીઓ રાખી ખેલાડીના વધુ રન હોય તે વિજેતા થશે તેવી રીતે રૂપિયા વડે હાર જીતનો જુગાર રમાડતા જુગાર રમાડનાર કસક જલારામ મંદિર સામે માછીવાડમાં રહેતા સોહેલ વીરસિંહ રાણા ઝડપાઈ ગયેલ અને
તેની પૂછપરછમાં આ જુગારમાં ભરૂચ સેવાશ્રમ રોડ ઉપર આવેલ પ્રયોશા ટ્રાવેલ્સના સંચાલક જીગ્નેશભાઈ બ્રહ્મભટ્ટ પણ રમતમાં જોડાયેલ હોય અને જુગાર રમવાના સાધનો પણ તથા રોકડા ૨૦,૫૦૦ અને મોબાઈલ મળી કુલ ૮૦,૫૦૦ ના મુદ્દામાલ સાથે સોહેલ રાણાની ઘરપકડ કરી ભાજપના કિશાન મોરચાના શહેર પ્રમુખ તથા પ્રયોસા ટ્રાવેલ્સના માલીકને વોન્ટેડ જાહેર કરી ગુનો દાખલ કર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જીગ્નેશ બ્રહ્મભટ્ટ પ્રયોસા ટ્રાવેલ્સના માલિક છે સાથે તેઓ વર્ષો અગાઉ નગર પાલિકાના પ્રમુખ બનવા માટે ભાજપમાં બળવો કરી કોંગ્રેસ સાથે હાથ મિલાવી કોંગ્રેસમાંથી પ્રમુખ બન્યા હતા.
અને ત્યાર બાદ કોંગ્રેસ સાથે પણ બળવો કરી હાલ ભાજપમાં જોડાયેલા છે અને તેઓ ભાજપમાં હાલમાં કિશાન મોરચાના શહેર પ્રમુખ છે. જેઓને સટ્ટાબેટિંગમાં વોન્ટેડ જાહેર કરતા રાજકીય વર્તુળોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.