Western Times News

Gujarati News

ઉર્ફી જાવેદે ૧૦૦ કિલો વજનનો ડ્રેસ પહેર્યો

મુંબઈ, ટીવી એક્ટ્રેસ ઉર્ફી જાવેદ હંમેશા પોતાની ફેશન સેન્સના કારણે ચર્ચામાં રહે છે. તેના વિચિત્ર ડ્રેસને કારણે તેને ટ્રોલનો સામનો કરવો પડ્યો છે.

‘બિગ બોસ’માં જોવા મળેલી ઉર્ફી ફરી એકવાર તેના નવા ડ્રેસને લઈને ચર્ચામાં આવી છે. તેનો લેટેસ્ટ વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં અભિનેત્રી તેના નવા આઉટફિટમાં જોવા મળી રહી છે. ઉર્ફીનો ડ્રેસ બનાવવામાં ૨-૩ મહિનાનો સમય લાગ્યો હતો.

ઉર્ફી જાવેદના નવા ડ્રેસની ખાસિયત એ છે કે તેનું વજન ૧૦૦ કિલો છે. તેને આ ડ્રેસમાં બધાને ચોંકાવી દીધા છે. આ હેવી ડ્રેસ પહેર્યા બાદ ઉર્ફીએ ટ્રકનો સહારો લેવો પડ્યો હતો.

તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. તે જોઈ શકાય છે કે તે વાદળી રંગના ડ્રેસમાં જોવા મળી રહી છે અને તે પાપારાઝી માટે પોઝ આપતી પણ જોવા મળી રહી છે. તે ડ્રેસ પહેરીને ટ્રકમાંથી નીચે ઉતરી રહી છે.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે ઉર્ફી કહે છે કે તેને રેડ કાર્પેટ પર કોઈ આમંત્રિત કરતું નથી, તેથી તેણે પોતાનું રેડ કાર્પેટ બનાવ્યું. એટલું જ નહીં અભિનેત્રીએ એ પણ જણાવ્યું કે આ આઉટફિટ બનાવવામાં ૨-૩ મહિનાનો સમય લાગ્યો હતો.

ઉર્ફી જાવેદે જણાવ્યું કે ૧૦-૧૧ લોકોએ મળીને તૈયાર કર્યું છે.આ સાથે જ લોકોએ ઉર્ફી જાવેદના વીડિયો પર પણ પ્રતિક્રિયા આપી છે. એકે લખ્યું, ‘તેણે આખી જીંદગીના કપડાં પહેર્યા છે.’ ત્રીજાએ લખ્યું, ‘ઉર્ફી જાવેદ, લોકો આ બધું કેમ કરે છે?’SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.