Western Times News

Gujarati News

ચોરીના ૨ બાઈક સાથે ૨ આરોપીઓને પકડી પાડતી વડતાલ પોલીસ

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) પોલીસ અધિક્ષક ખેડા-નડીયાદ તથા ના.પો.અધિ.સા નડીયાદ ડીવીઝન નાઓએ મિલ્કત સબંધી ગુનાઓ અટકાવવા તથા ચોરીઓના ગુનાઓ ડીટેકટ કરવા તથા પ્રોહી જુગારની બદી દુર કરવા સારૂ જરૂરી સુચનાઓ આપેલ હોય

જે આધારે વડતાલ પો.સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી.દેસાઇ નાઓએ સર્વેલન્સ ટીમના માણસોને અસરકારક પેટ્રોલીંગ રાખી મિલકત સબંધી ગુનાઓ અટકાવવા સારૂ જરૂરી સુચનાઓ આપેલ દરમ્યાન વડતાલ પોલીસ સ્ટેશનના અ.હેઙકો ભરતસિંહ તથા અન્ય પોલીસ માણસો સાથે વડતાલ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અ.હેડ.કો ભરતસિંહ નાઓને બાતમી હકિકત મળેલ કે,

બે ઇસમો ચોરીના મો.સા સાથે આણંદ તરફથી વડતાલ ગોમતી તળાવ તરફ આવનાર છે હોવાની બાતમી હકિકત આધારે સદર ઇસમોની વોચ તપાસમાં રહી ઉપરોકત ઇસમો આવતા તેમને રોકી નામઠામ પુછી સદર ઇસમો પાસેથી બે નંબરપ્લેટ વગરના મો.સા મળી આવેલ જેથી સદર ઇસમોને મો.સા ઓ બાબતે જરૂરી પુછપરછ કરતા ગલ્લા તલ્લા કરી કોઇ સંતોષકારક જવાબ આપેલ નહી અને સદર ઇસમોને વિશ્વાસમાં લઇ પુછતા જણાવેલ કે,

આ મો.સા.ઓ પૈકી એક મો.સા બંને ઇસમોએ ગઇ તા.૦૯/૦૩/૨૦૨૪ ના રોજ કલાક ૧૪/૦૦ વાગ્યાની આજુબાજુ કાવીઠા તા.બોરસદ જી.આણંદ ખાતેથી તથા બીજુ મો.સા. દોઢેક માસ પહેલા વિધ્યાનગર જનતા ચોકડી ખાતેથી ચોરી કરી લાવેલાનુ જણાવેલ જેથી સદર ચોરીના મો.સા નંગ ૦૨ કુલ્લે કિ.રૂ. ૮૦,૦૦૦/- ગણી સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે કરી અને સદર ઇસમોને ૪૧(૧)ડી મુજબ અટક કરી આગળની વધુ તપાસ જારી રાખેલ છે.

પકડાયેલ આરોપીઓ ઃ (૧) આકાશ સ/ઓ કનુભાઇ મોહનભાઇ પરમાર તથા (૨) કમલેશભાઇ સ/ઓ અશોકભાઇ મંગળભાઇ પરમાર બંને રહે. મોટી ભાગોળ મોગરી તા.જી.આણંદ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.