વિજય દેવરકોંડાએ કોની સાથે રિલેશનશિપ છે જાણો છો?
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/10/Vijay-Devarkonda-1024x768.webp)
રશ્મિકા મંદાના સાથે અફેરની અટકળો વચ્ચે –રિલેશશિપ અંગે ખાતરી આપતા વિજયે કહ્યું, “હું ૩૫ વર્ષનો છું, તમને લાગે છે કે હું સિંગલ હોઈશ?”
મુંબઈ,વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના વચ્ચે રિલેશનશિપ હોવાની ધારણા અને ચર્ચાઓ ઘણા લાંબા સમયથી ચાલે છે. તેઓ બંને સાથે હોઇ શકે એવી સોશિયલ મીડિયા પોસ્ટ પણ ઘણી વખત ચર્ચામાં આવી છે.
ત્યારે હવે તાજેતરમાં વિજયે એક ઇન્ટરવ્યૂમાં રિલેશનશિપ, લગ્ન અને પ્રેમ અંગે પોતાના વિચારો પ્રગટ કર્યા હતા. વિજયે કન્ફર્મ કર્યું કે તે હાલ રિલેશનશિપમાં છે અને એમ પણ કહ્યું કે તે બિનશરતી પ્રેમમાં માનતો નથી.
વિજયે કહ્યું, “મને ખબર છે કે પ્રેમમાં હોય તો કેવું લાગે અને મને એ પણ ખબર છે કે પ્રેમ કરવો એટલે શું. મને નથી ખબર કે બિનશરતી પ્રેમ શું છે કારણ કે મારો પ્રેમ અપેક્ષાઓ સાથે આવે છે તેથી સ્પષ્ટ છે કે મારો પ્રેમ બિનશરતી નથી. મને લાગે છે કે આ બધું ઓવર રોમેન્ટિસાઇઝ્ડ છે.
મને એ પણ ખબર નથી કે બિનશરતી પ્રેમની અપેક્ષા રાખવી કેટલી યોગ્ય.”આગળ વિજયે જણાવ્યું, “કોઈની કરિયરની વચ્ચે લગ્ન ન આવવા જોઈએ. ખાસ મહિલાઓને લગ્ન ઘણા અઘરા પડતાં હોય છે.
એ સિવાય તમે કયું કામ કરો છો, તેના પર પણ આધાર રાખે છે. હું ડેટ્સ પર જતો નથી. હું કોઈને બહુ લાંબા સમયથી ઓળખતો હોઉં તો જ કોઈ સાથે બહાર જવાનું વિચારું છું, કોઈ સાથે સારી મિત્રતા હોય તો જ.”આ ઇન્ટરવ્યૂમાં વિજયે એ પણ ખુલાસો કર્યાે હતો કે તેને અગાઉ એક કાસ્ટાર સાથે સંબંધો હતા.
વિજય અને રશ્મિકા ફિલ્મોમાં પણ સાથે કામ કરી ચૂક્યા છે અને તાજેતરમાં રશ્મિકાએ દિવાળી દરમિયાન વિજયના ભાઈ દ્વારા ક્લિક કરેલી પોતાની દિવાળીની તસવીરો સોશિયલ મીડિયા પર તેને ટૅગ કરીને શેર કરી હતી. તેથી આ બંને વચ્ચેના સંબંધો અંગે ચર્ચાઓની વધુ ખાતરી થઈ ગઈ છે.ss1