અમેરીકામાં રહેતાં વાડજના પરીવારની મિલકત બારોબાર વેચાઈ ગઈ
તેમના મકાનમાં ૧૯૮પ ભાડે રહેતા ઈન્દ્રજીત રાવલ અને તેમની બહેનની મકાનની સારસંભાળ રાખવા સુરેન્દ્રભાઈ ચાવી આપતા ગયા હતા.
આશ્રમ રોડ પરના નવજીવન પ્રેસ નજીક હરીદાસ કોલોનીમાં મકાન ધરાવતો અમીન પરીવાર ૩૪ વર્ષથી અમેરીકામાં સેટલ થયો છે.
(એજન્સી)અમદાવાદ, વિદેશ સેટલ થતા પીરવાર પોતાની પ્રોપર્ટીની સાચવણીની કામગીરી પડોશી કે મીત્રો અથવા સ્વજનોને સોપતા હોય છે. ત્યારે તેમના માટે લાલબત્તી સમાન કિસ્સો બહાર આવ્યો છે. આશ્રમ રોડ પરના નવજીવન પ્રેસ નજીક હરીદાસ કોલોનીમાં મકાન ધરાવતો અમીન પરીવાર ૩૪ વર્ષથી અમેરીકામાં સેટલ થયો છે.
આ મકાનની દેખરેખની જવાબદારી અમીન પરીવારને તેમના મકાનના ઉપરના માળે ભાડે રહેતા ઈન્દ્રજીત રાવલને આપી હતી. ઈન્દ્રજીત રાવલ અને તેમના મળતીયા ઈમરાન મેમણે મકાનના બોગસ પવાર અને ખોટી એફીડેવીટ બનાવી મકાન બારોબાર વેચી માર્યું હતું. આ અંગે અમીન પરીવારને જાણ થતાં તેમણે જરૂરી દસ્તાવેજો એકત્રીત કરી વાડજ પોલીસ મથકમાં જમા કરાવતાં પોલીસે આ બનાવ સંદર્ભે છેતરપિડીની ફરીયાદ નોધી વધુ તપાસ આદરી છે. પોલીસ આ પ્રકરણમાં ઈમરાન મેમણની ધરપકડ કરી છે.
હરીદાસ કોલોનીમાં મકાન ધરાવતા ઉત્પલભાઈ મણીલાલ અમીન અને તેમના પત્ની પ્રીતીબેન ૧૯૮૯માં અમેરીકા સેટલ થઈ ગયા હતા. તેમના પિતા સુરેન્દ્રભાઈ અને માતા સુલોચનાબેન પણ અમેરીકા ચાલ્યા ગયા હતા. તેમના મકાનમાં ૧૯૮પ ભાડે રહેતા ઈન્દ્રજીત રાવલ અને તેમની બહેનની મકાનની સારસંભાળ રાખવા સુરેન્દ્રભાઈ ચાવી આપતા ગયા હતા.
અમીન પરીવાર જયારે અમદાવાદ આવે ત્યારે ઈન્દ્રજીત રાવલ તેમની આગતા સ્વાગતા કરતો અને તેમના મકાનમાં જ બધી વ્યવસ્થા કરી આપતા હતા. અમીન પરીવારનું અમદાવાદ આવવાનું ઓછું થયું કે ઈન્દ્રજીત રાવલે ખોટી એફીડેવીટ અને પાવર બનાવી આ મકાનના પાવર રાવલ પાસે હોવાનું પ્રસ્થાપીત કરી તેમના એક મિત્ર ઈમરાન હુસેન મેમણને વેચી દીધું હતું.
મેમણ આ મકાન ખોટી રીતે લીધા બાદ આશાંત ધારા અંગેની પરવાનગી લીધા વગર તથા ખોટા ડોકયુમેન્ટસ તૈયાર કરી આ મકાન વિનોદચંદ્ર શાહને વેચી દીધું હતું. આ બાબતે અમીન પરીવારને જાણ થતા ઉત્પલભાઈ અમદાવાદ આવ્યા હતા. અને છેતરપિડીના તમામ ડોકયુમેન્ટ એકત્રીત કરી વાડજ પોલીસમાં આપ્યા હતા.
તેમના મિત્ર કૌશીક ચીનુભાઈ કીકાણીને ફરીયાદ માટેના પાવર આપ્યા હતા. તેમના મિત્ર કૌશીક ચીનુભાઈ કિકાણીને ફરીયાદ માટેના પાવર આપ્યા હતા. પોલીસે પુરતી તપાસ કરી આ છેતરપિંડી અંગે ફરીયાદ નોધી ઈમરશાન મેમણની ધરપકડ કરી છે. રાવલનું મૃત્ય્યુ થયું છે. અને વિનોદ શાહની શોધખોળ ચાલુ હોવાનું પોલીસ જણાવી રહી છે.