બાંગ્લાદેશમાં રમખાણો ફાટી નીકળતા ગોધરાના 20 વિદ્યાર્થીઓ ફસાયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી ડો.એસ. જયશંકર પાસે પરિવારજનોએ પરત લાવવાની કરી માંગ
(પ્રતિનિધિ)ગોધરા, બાંગ્લાદેશ માં અનામતના મુદ્દે ચાલી રહેલા આંદોલન હિંસક સ્વરૂપ ધારણ કર્યુ છે.ત્યારે પ્રદર્શનકારીઓ ની અથડામણના કારણે સ્થિતિ વધુ વણસતાં અનેક ઠેકાણે કરફ્યુ લાદી દેવામાં આવ્યો છે.
ત્યારે બાંગ્લાદેશ મા ભણવા ગયેલા ૨૫૦થી વધુ ભારતિયો હાલ ફસાઇ ગયા છે. જો કે તેમાં ચિતાગોંગમાં તબીબી અભ્યાસ માટે ગયેલા ગોધરા ના ૨૦ થી વધુ વિદ્યાર્થીઓ અટવાયા છે. જેમના પરિવારજનો ભારે ચિંતિત મા છે. ત્યારે સરકાર પાસે હેમખેમ પરત લાવવા ની પરિવારજનો માંગ કરી રહ્યા છે. બાંગ્લાદેશ નોકરીઓમાં આરક્ષણ નાબૂદ કરવાની માંગ કરી રહેલા વિદ્યાર્થીઓનું આંદોલન હિંસક બન્યું છે.
વાસ્તવમાં હાલ બાંગ્લાદેશમાં સ્થિતિ એટલી ખરાબ છે કે પોલીસ સાથેની અથડામણમાં ૧૦૦થી વધુ પ્રદર્શનકારીઓ ના મોત થયા છે. . હાલમાં બાંગ્લાદેશમાં બસ, ટ્રેન અને મેટ્રો સેવાઓ ઠપ થઈ ગઈ છે. હિંસા વધતી અટકાવવા માટે સરકારે મોબાઈલ ઈન્ટરનેટ બંધ કરી દીધું છે. શાળાઓ, કોલેજોની સાથે મદરેસાઓ અનિશ્ચિત સમય માટે બંધ કરી દેવામાં આવ્યા છે.
જેને લઈને ભારતીય વિધાર્થીઓ પણ ફસાયા હોવાના સમાચાર મળી રહ્યા છે. ત્યારે ગુજરાત માંથી અંદાજિત ૨૫૦ વિદ્યાર્થીઓ બાંગ્લાદેશ ખાતે અલગ આગ શહેરોમાં અભ્યાસ અર્થે પહોંચ્યા છે. જેમાં ગોધરા ના ૨૦ થી વધુ વિધાર્થીઓ ચિતાગોંગમાં તબીબી અભ્યાસ અર્થે ગયા છે. રમખાણોને લઈને ગોધરા ખાતેના તેમના પરિવારો હાલ ચિંતિત છે.
ત્યારે પરિવારજનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ તેમજ વિદેશ મંત્રી ડો.એસ.જયશંકર પાસે એક જ માંગ કરી રહ્યા છે. કે ભણવા ગયેલા ગોધરાના ૨૦ થી વધુ વિદ્યાર્થીઓને હેમખેમ પરત લાવવામા આવે.