બાંધકામ સાઇટ પર મહિલા શ્રમિકનું મોત થતાં ખળભળાટ

પ્રતિકાત્મક
(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં બાંધકામ સાઇટ પર મજૂરોના મોતનો સિલસિલો યથાવત્ રહ્યો છે. નિકોલમાં બાંધકામ સાઇટ પર શ્રમિકનું મોત થયા પછી હવે સાયન્સ સિટીમાં મહિલા શ્રમિકનું નિધન થયું છે.
કન્સ્ટ્રકશન સાઇટ પર પટકાતા મહિલાનું મોત થયું છે. યુકો બેન્કની સાઇટ પર મહિલાનું મોત થયું છે. ૨૨ વર્ષીય વક્તાકુમારી અંગરી નામની મહિલાનું મોત થયું છે. આ બતાવે છે કે કોન્ટ્રાક્ટરો સાઇટનું બાંધકામ કરે છે ત્યારે શ્રમિકોના જીવનને લઈને કેટલી બેદરકારી દાખવી રહ્યા છે તેનો આ પુરાવો છે. કદાચ લગભગ દરેક બાંધકામ સાઇટ પર આ સ્થિતિ છે,
પરંતુ શ્રમિકના નિધનના લીધે આ બધુ બહાર આવી રહ્યુ છે.ગુજરાતમાં કામકાજના સ્થળે મૃત્યુ હવે નવાઈ રહી નથી. દરેક કિસ્સો બન્યા પછી દેખાવ પૂરતા પગલાં લેવાય છે અને પછી સમગ્ર ઘટના પર ઢાંકપિછોડો કરી દેવાય છે.
ગુજરાતમાં ૨૦૨૧થી માર્ચ ૨૦૨૪ સુધી ઔદ્યોગિક અકસ્માતમાં કુલ ૭૧૪ શ્રમિકોએ જીવ ગુમાવ્યા છે. પણ આ શ્રમિકોને ચૂકવવામાં આવેલા વળતરની વાત આવે તો કોઈ ચોક્કસ આંકડો દેખાતો નથી.
૨૦૨૧ થી, રાજ્યમાં ઔદ્યોગિક અકસ્માતોમાં ૭૧૪ જેટલા મજૂરોએ જીવ ગુમાવ્યો છે, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે બુધવારે ગુજરાત વિધાનસભાને માહિતી આપી હતી, આમ આંકડા સરકારના પોતાના છે.