વિજળીનું બિલ બાકી છે કહી 3.62 લાખની ઠગાઈ કરનાર પંજાબને ગઠિયો ઝડપાયો

શામળાજીના શખ્સ સાથે લાખોની છેતરપિંડી કરનાર પંજાબનો સાયબર ગઠિયો ઝડપાયો-વીજ બિલ બાકી છે કહી રૂ.૩.૬ર લાખ પડાવી લીધા
શામળાજી, ડિજિટલ યુગ અને ઓનલાઈન બેન્કિંગને પગલે સાયબર ક્રાઈમની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. અરવલ્લી જિલ્લામાં સાયબર ફોડની ઘટનાઓ સમયાંતરે બનતી રહે છે. જીલ્લા એસ.પી. શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં સાયબર ફ્રોડનો ભોગ બનેલ લોકોને પૈસા પરત અપાવવા અને સાયબર ગઠિયાને ઝડપી પાડવા સતત કાર્યશીલ રહે છે.
શામળાજીના નાગરિકને તમારું વીજબીલ બાકી છે નહીં ભરો તો વીજ કનેકશન કાપવાની ધમકી આપી ઓનલાઈન ટ્રાન્ઝેકશન કરાવી ૩.૬ર લાખ રૂપિયા પડાવી લેનાર પંજાબના સાયબર ગઠિયાને દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી બે વર્ષ જુના ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.
અરવલ્લી જિલ્લા સાયબર ક્રાઈમ સીલના પી.આઈ. અમિત ચાવડા અને તેમની ટીમે શામળાજી પંથકના સુભાષ પટેલ નામના વ્યક્તિને વીજ બીલ બાકી હોવાનું કહી વીજ કનેકશન કાપી નાખવાની ધમકી આપી વીજબીલના નામે અલગ-અલગ રીતે ઓનલાઈન ટ્રાન્ઝેકશન કરી ૩.૬ર લાખથી વધુની રકમ પડાવી લેનાર હર્નેપસિંઘ ઉર્ફે હેપ્પી કર્નલસિંઘ (રહે. પિંડજસરા- પંજાબ) હોવાનું તપાસમાં બહાર આવતા સાયબર ક્રાઈમ સેલે
પંજાબમાં ધામા નાખી સાયબર ગઠિયા હર્નેપ સિંઘને પંજાબની ગોબીદગઢ મંડીમાંથી (Gobidgarh Mandi of Punjab to Harnap Singh, Punjab) દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અરવલ્લી જિલ્લા સાયબર ક્રાઈમ સેલની ટીમે બે વર્ષ અગાઉ શામળાજી પંથકમાં બનેલ સાયબર ક્રાઈમના ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.