માણાવદર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોના વેકસીનેસનો પ્રથમ કેમ્પ યોજાયો
માણાવદર તાલુકાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોના વેકસીનેશન નો પ્રથમ કેમ્પ યોજાયો હતો. જેમાં પ્રથમ ૬૭ આરોગ્ય કર્મચારીઓ ને રસી આપવામાં આવી હતી. જેમાં માણાવદર તાલુકા ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં ફરજ બજાવતા મેડિકલ ઓફિસર , ફ્રામાસિસ્ટ, ડેટા ઓપરેટર તેમજ કોરોના કહેર વચ્ચે પોતાના જીવન ની પરવા કર્યા વિના ફરજ બજાવી છે. તેવા ફિલ્ડ વર્કર ના કર્મચારીઓ ને રસી મુકવામાં આવી હતી.
માણાવદર તાલુકા માં કોરોના વેકસીનેશન નો આજ થી પ્રારંભ થયો છે. હાલ ૬૭ આરોગ્ય કર્મચારીઓ ને રસી આપવામાં આવી છે.તબબકા વાર આરોગ્ય કર્મચારીઓ ને રસી મુકવામાં આવશે.કોરોના રસી ને કારણે કોઇ પણ આડઅસર જોવા મળી નથી.તેથી લોકોને પણ જ્યારે કોરોના ની રસી આપવામાં આવે ત્યારે કોઈ પણ જાતના ડર રાખીયા વિના રસીકરણ નો લાભ લઇ કોરોના નાબુદી ના સરકાર ના અભિયાન માં સાથ આપવા જણાવ્યું હતું.