જેફ બેઝોસે ગર્લફ્રેન્ડના ભાઇ પાસેથી માંગ્યુ 12 કરોડનું વળતર
વોશિંગ્ટનઃ અમેઝોનના માલિક અને વિશ્વના સૌથી ધનવાન શખસ જેફ બેઝોસે પોતાના ગર્લફ્રેન્ડના ભાઇ પાસેથી 12.3 કરોડ રૂપિયાનું વળતર માગ્યું છે.
બેઝોસની ગર્લફ્રેન્ડના ભાઇ માઇકલ સાન્ચેજે જેફ સામે માનહાનિનો દાવો કરી દીધો હતો. પરંતુ તે કેસ હારી ગયો. હવે બેઝોસે તેની પાસેથી કેસ લડવા પાછળ ખર્ચેલી રકમનું વળતર માંગ્યું છે.
બેઝોસ અને માઇકલ વચ્ચે વિવાદની શરૂઆથ 2019માં થઇ હતી. ત્યારે લોરેન અને બેઝોસના પરિણીત હતા. છતાં બંને વચ્ચેના અફેરની ખબર નેશનલ એક્વાયર (National Enquirer)અને પેજ સિક્સ (Page Six)મેગેઝિન્સને મળી ગઇ હતી.
આ બંને મેગેઝિન્સે કપલ્સના અંગત મેસેજ અને ફોટો પ્રસિદ્ધ કરી દીધા હતા. એટલે સુધી બંને મેગેઝિન્સે લખ્યું હતું કે તેમની પાસે બંનેની છાપી ન શકાય તેવી તસવીરો પણ છે.