કિસાન આંદોલન વચ્ચે શરૂ થનાર સંસદનું બજેટ તોફાની બની રહેશે
નવીદિલ્હી, આવતીકાલ તા.૨૯ જાન્યુઆરીથી સંસદનું બજેટ સત્ર શરૂ થઇ રહ્યું છે બજેટ સત્ર કિસાન આંદોલન વચ્ચે શરૂ થઇ રહ્યું છે.બજેટ સત્ર તોફાની બની રહે તેવી સંભાવના છે.સંસજીય મામલનીની મંત્રીમંડળ સમિતિએ ૨૯ જાન્યુઆરીથી બજેટ સત્ર બોલાવવાની ભલામણ કરી હતી ૧ ફેબ્રુઆરીએ સંસદનું સામાન્ય બજેટ રજુ કરવામાં આવશે બે ભાગોમાં ચાલનાર બજેટ સત્ર ૮ એપ્રિલ સુધી ચાલશે.
બજેટ સત્રનો પહેલો તબક્કો ૨૯ જાન્યુઆરીથી શરૂ થશે અને ૧૫ ફેબ્રુઆરી સુધી ચાલશે જયારે બીજાે હિસ્સો ૮ માર્ચથી ૮ એપ્રિલ સુધી ચાલશે બજેટ સત્રના પહેલા દિવસે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સંસદના બંન્ને ગૃહો લોકસભા અને રાજયસભાની સંયુકત બેઠકને સંબોધીત કરશે સુત્રોના જણાવ્યા અનુસાર રાષ્ટ્રપતિના સંબોધનમાં વિરોધ પક્ષો હંગામો કરશે.
કોરોનાને કારણે સત્ર દરમિયાન સાવધાની રાખવામાં આવશે બજેટ સત્રમાં જે લોકો સંસદ પરિસરમાં આવશે તેમના આરટી પીસીઆર ટેસ્ટ કરાવવામાં આવશે સાંસદ બહારથી પણ ટેસ્ટ કરાવી શકશે સત્ર દરમિયાન કોવિડ ૧૯થી સંબંધિત તમામ દિશા નિર્દેશોનું પાલન કરવામાં આવશે એ યાદ રહે કે કોરોના મહામારીને કારણે આ વખતે શિયાળુ સત્ર બોલાવવામાં આવ્યું ન હતું.
બજેટ સત્રમાં કેન્દ્ર સરકારને ઘેરવા માટે વિરોધ પક્ષોએ રણનીતિ બનાવી લીધી છે. લોકસભા અને રાજયસભામાં વિરોધ પક્ષો દ્વારા નવા કૃષિ કાનુન,ચીન અને કોરોના સંકેટમાં નબળી થતી અર્થવ્યવસ્થાને લઇ સવાલોની લાંબી યાદી તૈયાર કરવામાં આવી છે જેનો જવાબ મોદી સરકારને આપવાનો છે. બજેટ સત્રના પહેલા જ દિવસે કોંગ્રેસ ડાબેરી પક્ષો ટીએમસી ડીએમકે રાજદ શિવસેના આમ આદમી પાર્ટી અને એનસીપી સહિત તમામ વિરોધ પક્ષો સંયુકત રીતે વિરોધ કરવાની તૈયારીમાં છે. કોરોના મહામારી અને કૃષિ કાનુનની વિરૂધ્ધ ચાલી રહેલ આંદોલન વચ્ચે આ વખતે બજેટ સત્ર ખુબ જ મહત્વપૂર્ણ રહેશે કારણ કે વિરોધ પક્ષ તમામ મુદ્દા પર સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે.
લોકસભામાં બજેટ સત્રમાં પ્રશ્નોતરી અને શૂન્યકાળ પણ હશે સાંસદોને બજેટના સારાંશ અને આર્થિક સર્વેક્ષણની ડિઝીટલ કોપી પણ ઉપલબ્ધ કરાવાશે રાજયસભાની કાર્યવાહી સવારના નવ વાગ્યાથી બે વાગ્યા સુધી ચાલશે જયારે લોકસભાની કાર્યવાહી સાંજે ચાર વાગ્યાથી આઠ વાગ્યા સુધી ચાલશે.HS