દિલ્હીમાં વિસ્ફોટ બાદ દેશભરમાં હાઇ એલર્ટ જારી
નવીદિલ્હી, રાજધાની દિલ્હીના અબ્દુલ કલામ રોડ પર ઇઝરાયલી દૂતાવાસ પાસે થયેલા વિસ્ફોટ બાદ દેશભરમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.પહેલા રાજધાની દિલ્હીમાં હાઇ એલર્ટ જાહેર કરાય બાદ હવે આખા દેશમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક થઇ છે.
તો સાથે જ તમામ રાજ્યોના પોલીસ પ્રશાસનને પણ એલર્ટ કરવામાં આવ્યું છે. એસઆરપીએફ હાલમાં એરપોર્ટ પર રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલીંગ કરી રહ્યું છે.
દિલ્હી બ્લાસ્ટ બાદ અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષા સઘન કરી દેવામાં આવી છે. અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સીઆરપીએફના જવાનો દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.
કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈ એજન્સી સતર્ક થઈ ગઈ છે.અત્રે નોંધનીય છે કે શુક્રવારે સાંજે દિલ્હીના લુટિયન્સ વિસ્તારમાં ઇઝરાઇલી દૂતાવાસ પાસે વિસ્ફોટ થયો હતો. રાહતની વાત એ હતી કે વિસ્ફોટમાં કોઈ જાનહાનિ થઈ નથી,
પરંતુ ઘટના સ્થળે હાજર ઘણા વાહનોને નુકસાન પહોંચ્યું હતું. પણ જાેવા જેવી વાત એ છે કે જ્યારે દિલ્હીમાં બિટિંગ રીટ્રીટ યોજાઇ રહી હતી ત્યારે બ્લાસ્ટ થયો હતો. ધડાકાની જગ્યા બિટિંગ રીટ્રીટથી દોઢ કિલોમીટર દૂર હતી.
સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. આ પહેલા પ્રજાસત્તાક પર્વના દિવસે દિલ્હીમાં હિંસા થઇ અને તેના ત્રણ દિવસ બાદ વિસ્ફોટ થયો,
જેના કારણે સુરક્ષા વ્યવસ્થા ઉપર સવાલો ઉભા થયા છે. બીજી ચિંતાજનક વાત એ પણ છે કે જ્યાં વિસ્ફોટ થયો છે ત્યાંથી દોઢ કિલોમીટર દૂર બીટીંગ રીટિરીટ સેરેમની ચાલી રહી હતી.HS