તનિષ્કનાં વેલેન્ટાઇન્સ ડે કલેક્શન – ‘ધ ક્યુપિડ એડિટ’ પ્રસ્તુત કરવાની જાહેરાત
વેલેન્ટાઇન્સ ડેની ઉજવણી મિઆ બાય તનિષ્કનાં ‘ધ ક્યુપિડ એડિટ’ કલેક્શન સાથે કરો
પ્રેમની સિઝન નજીકમાં છે. આ વેલન્ટાઇન્સ ડેની તમારી પ્રેમિકા સાથે કરો અને એની સમક્ષ તમારી લાગણીઓને વ્યક્ત કરો. મિઆ બાય તનિષ્ક ભારતની સૌથી ફેશનેબલ જ્વેલરી બ્રાન્ડ પૈકીની એક છે, જેણે એના વિશિષ્ટ વેલેન્ટાઇન્સ ડે કલેક્શન – ‘ધ ક્યુપિડ એડિટ’ પ્રસ્તુત કરવાની જાહેરાત કરી હતી.
મિઆનું સુંદર અને મનમોહક વેલેન્ટાઇન્સ ડે કલેક્શન કિંમતી 14 કેરેટના રોઝ, યેલ્લો અને વ્હાઇટ ગોલ્ડમાં બનેલું છે. આ કલેક્શન સદાબહાર મોતીઓ અને રોમાંચક ડાયમંડનું છે, જે ‘ધ ક્યુપિડ એડિટ’માં પ્રેમની ભાવનાને વ્યક્ત કરે છે.
મિઆમાં અમે માનીએ છીએ કે, તમારી પ્રિય વ્યક્તિને ‘આઇ લવ યૂ’ કહેવાની સુંદર રીત છે – શ્રેષ્ઠ અને સુંદર જ્વેલરીની ભેટ આપવી. આ વેલેન્ટાઇન્સ ડે દર્શાવશે કે તમે તેને પ્રેમ કરો છો અને મિઆની ઓછું વજન ધરાવતી, વિવિધતાસભર અને સ્ટાઇલિશ ગોલ્ડ જ્વેલરીમાંથી એને ભેટ આપીને તમારા પ્રેમરૂપી જોડાણને વધારે મજબૂત કરો.
આ નવા કલેક્શન પર બોલતા મિઆ બાય તનિષ્કના બિઝનેસ હેડ શ્યામલા રામાનને કહ્યું હતું કે, “અમને મિઆમાં વેલેન્ટાઇન્સ ડે કલેક્શન પ્રસ્તુત કરવાની ખુશી છે, જે પ્રેમ અને ઉષ્માના અર્કને સારી રીતે વ્યક્ત કરે છે. સતત પોતાની પસંદગી બદલાતાં ફેશનપ્રેમીઓ સાથે બહુ થોડાં ટ્રેન્ડ હંમેશા સ્ટાઇલિશ રહે છે.
આ ચમકદાર અને સોફિસ્ટિકેટેડ મોતી સમયની સાથે વધુને વધુ ફેશનેબલ બની રહ્યાં છે અને આ સિઝનની જેમ પુનરાગમન કર્યું છે! અમારું વેલેન્ટાઇન કલેક્શન ધ ક્યુપિડ એડિટ આધુનિક સ્વરૂપમાં ડાયમંડની ચમક સાથે મોતીની સદાબહાર સુંદરતાનો સુભગ સમન્વય પ્રસ્તુત કરે છે. આ તમારા જીવનમાં સૌથી પ્રિય વ્યક્તિઓમાંની એક વ્યક્તિને તમારી લાગણી વ્યક્ત કરવા માટે આદર્શ ગિફ્ટ છે અને તમારા જીવનમાં તેમનું સ્થાન શું છે એની યાદ અપાવે છે.”
નવા કલેક્શન પર બોલતા ટાઇટન કંપની લિમિટેડના જ્વેલરી ડિવિઝનના ડિઝાઇન હેડ શ્રી અભિષેક રસ્તોગીએ કહ્યું હતું કે, “પ્રેમ બે આત્માઓનું મિલન છે. પ્રેમમાં બે વ્યક્તિઓની દુનિયા એકબીજાની દુનિયામાં સુંદર રીતે વણાઈ જાય છે.
ક્યુપિડ એડિટ શાશ્વત પ્રેમના આ પાસાંને કાવ્યાત્મક રીતે પ્રસ્તુત કરે છે તથા વિવિધ છાપ અને સ્વરૂપે એને વ્યક્ત કરે છે, જેને લોકો પ્રેમ સાથે જોડે છે.
કલેક્શનની ડિઝાઇનો 14 કેરેટના રોઝ, યેલ્લો અને વ્હાઇટ ગોલ્ડમાં બનેલી છે તથા ઘણી વાર એક પ્રોડક્ટમાં સંયુક્તપણે સોનાની વિવિધ છટાનો વિશિષ્ટ સમન્વય પણ ધરાવે છે. હકીકતમાં રંગોની અતિ વિવિધતાસભર પેલેટ પણ છે, જેને મોતીઓ સાથે અજમાવવામાં આવી છે – જેમ કે ચમકદાર ક્રીમ, રોસલાઇન પિન્ક, ચમકદાર બ્લેક અને સબ્ટલ ગ્રે.”
મિઆનું નવું વેલેન્ટાઇન્સ ડે કલેક્શન સુંદર મોતીઓ અને ચમકદાર હીરામાં પ્રેમ, ઉત્કૃષ્ટતા અને આનંદદાયક હૃદય-આકારની ડિઝાઇનના સેટ ધરાવે છે. તો મિઆ સાથે પ્રેમની સિઝનની ઉજવણી કરો અને તમારી પ્રેમિકાને ‘નાની નાની ખુશીઓની ક્ષણોનો ખજાનો’ ધરાવતા પેન્ડન્ટની ભેટ આપો. વેલેન્ટાઇન્સ ડેનું વિશિષ્ટ કલેક્શન વીંટીઓ, બુટ્ટીઓ અને પેન્ડન્ટની રેન્જ ધરાવે છે, જેની શરૂઆત રૂ. 549થી થાય છે.