Western Times News

Gujarati News

રિમોટથી ખેડૂત આંદોલન ચાલી રહ્યું હોવાના હેવાલ

નવી દિલ્હી: ખેડૂત આંદોલનની આડમાં ભારતને બદનામ કરવાના વિદેશી ષડયંત્રનો ખુલાસો થતા જ હડકંપ મચ્યો છે. દિલ્હી પોલીસે ખેડૂત આંદોલન અને ટ્રેક્ટર રેલીમાં થયેલી હિંસા પાછળ પોએટિક જસ્ટિસ ફાઉન્ડેશન  નો હાથ ગણાવ્યો છે.

આ ફાઉન્ડેશન ખાલિસ્તાન સમર્થક છે. હકીકતમાં પોતાને પર્યાવરણ કાર્યકરણ ગણાવતી ગ્રેટા થનબર્ગે ભૂલથી બીજીવાર એવા એક આંતરરાષ્ટ્રીય ષડયંત્રનો ખુલાસો કરી નાખ્યો કે જે ભારતને તોડવા માટે મહિનાથી ચાલતો હતું. ગ્રેટાએ ૨ જાન્યુઆરીના રોજ ખેડૂત આંદોલનના સમર્થનમાં એક ટ્‌વીટ કરી હતી. આ ટ્‌વીટમાં તેણે કહ્યું હતું કે અમે ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનની સાથે એકજૂથતાથી ઊભા છીએ.

આ ટ્‌વીટ બાદ ગ્રેટા થનબર્ગે વધુ એક ટ્‌વીટ કરી અને ભૂલથી તેણે સોશિયલ મીડિયા પર એક ડોક્યૂમેન્ટ જાહેર કરી દીધો. આ ડોક્યૂમેન્ટમાં ખેડૂત આંદોલનના નામ પર ૨૬ જાન્યુઆરીની હિંસાને લઈને ૬ ફેબ્રુઆરીએ ચક્કાજામના નામ પર આંતરરાષ્ટ્રીય ષડયંત્રની તમામ વિગતો હતી. આ ગ્રેટાની પહેલી ભૂલ હતી.

જેનો થોડીવારમાં તેને અહેસાસ થયો અને તેણે ખેડૂત આંદોલન પર ટૂલકિટવાળો ડોક્યૂમેન્ટ ડિલિટ કર્યો. પરંતુ ત્યારબાદ ગ્રેટાએ વધુ એક ભૂલ કરી અને તેણે બીજી ટ્‌વીટ કરી. આ ટ્‌વીટે ખેડૂત આંદોલનના નામ પર મોટા આંતરરાષ્ટ્રીય ષડયંત્રનો ખુલાસો કરી નાખ્યો. ગ્રેટાએ ટ્‌વીટમાં લખ્યું કે જાે તમે ભારતના લોકોની મદદ કરવા માંગતા હોવ તો આ અપડેટેડ ટૂલકિટ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.