Western Times News

Gujarati News

ચીનના ૪૨ સૈનિક ગલવાન ઘાટીમાં માર્યા ગયા હતાં:રશિયાની સમાચાર એજન્સીનો ધડાકા

નવીદિલ્હી, પૂર્વી લદ્દાખમાં ગલવાન ખીણમાં ૧૫ જૂને થયેલા લોહિયાળ સંઘર્ષમાં કેટલા ચીની સૈનિકો માર્યા ગયા હતાં તેને લઈને રશિયાની સમાચાર એજન્સી તાસે સનસની ખુલાસો કર્યો છે. તાસે જણાવ્યું હતું કે, આ હિંસામાં ઓછામાં ઓછા ૪૫ ચીની સૈનિકો માર્યા ગયા હતાં. આ હિંસામાં ૨૦ ભારતીય જવાનો શહીદ થયા હતાં. રશિયાની સમાચાર એજન્સીના આ દાવા બાદ અત્યાર સુધી પોતાના કેટલા સૈનિકો માર્યા ગયા મુદ્દે ભેદી મૌન સેવનારા ચીનની આબરૂના દુનિયા આખીમાં ધજાગરા થયા છે.રશિયાની સમાચાર એજન્સીનો આ ખુલાસો પણ બરાબર એવા જ સમયે થયો છે જ્યારે બંને દેશોની સેના પેંગોગ લેક પરથી પોતાના સૈનિકોને પાછા ખસેડવા સહમત થઈ છે.

લદ્દાખમાં ન્છઝ્ર પર ભારત અને ચીન વચ્ચે છેલ્લા ૯ મહિનાથી સામ સામે છે. બંને દેશોએ સરહદે લગભગ ૫૦-૫૦ હજાર જવાનો ખડક્યા છે. અગાઉ ચીને ભારત સાથેની બેઠકમાં જણાવ્યું હતું કે, ગલવાન ખીણમાં થયેલા ઘર્ષણમાં તેના ૫ જવાનો માર્યા ગયા હતાં. તેમાં ચીની સેનાનો એક કમાંડિંગ ઓફિસર પર શામેલ હતો. ચીન ભલે હાલ ૫ જ સૈનિકો માર્યા ગયાની વાત કરી રહ્યું હોય પણ અમેરિકા અને ભારતની ગુપ્તચર એજન્સીઓનું અનુંમાન છે કે ચીનના ઓછામાં ઓછા ૪૦ જેટલા ચીની સેનિકો આ અથડામણમાં માર્યા ગયા હતાં.

રશિયાની સમાચાર એજન્સી તાસનો ખુલાસો પણ કંઈક આ તરફ જ ઈશારો કરે છે. હાલ પૂર્વી લદ્દાખના ડેપસાંગ, પેંગોગ લેકના નોર્થ અને સાઉથ બેંક, પેટ્રોલિંગ પોઈન્ટ ૧૭છ, રેઝાંગ લા અને રેચિન લામાં બંને દેશોનું સૈન્ય સામસામે છે. ગલવાન ઘટનામાંથી પાઠ લેતા ભારતને ચીનને સ્પષ્ટ કહી દીધું હતું કે, અમારા સૈનિકો સ્વરક્ષા અને પૂર્વી લદ્દાખમાં પોતાની સરહાદોની સુરક્ષા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. ભારતે સ્પષ્ટ ભાષામાં કહી દીધું હતું કે, જાે આ ક્ષેત્રમાં સ્થિતિ નિયંત્રણ બહાર જશે તો અમારા સૈનિકો ગોળીઓ ચલાવતા પણ ખચકાશે નહીં.

ગલવાનમાં પોતાના સૈનિકો માર્યા જવાને લઈને ચીન અત્યાર સુધીમાં સાચો આંકડો છુપાવી રહ્યું છે. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના જણાવ્યા પ્રમાણે, તે સમયે ચીન અને અમેરિકા વચ્ચે એક મહત્વની બેઠક થવાની હતી. જેને ધ્યાનમાં રાખીને ચીન આ ઘટનાને ઓછી આંકીને દેખાડો કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું. આ રણનીતિને અંતર્ગત જ ચીને પોતાના એક પણ સૈનિકની સંખ્યા જાહેર કરી નથી અને સમગ્ર મામલે મૌન સાધ્યું હતું. જાેકે પીએલએના એક સૂત્રના જણાવ્યા પ્રમાણે બેઈજીંગ પોતાના સૈનિકોના મોતને લઈને ખુબ જ સંવેદનશીલ છે. ચીનના સૈનિકોના મોતના આંકડાને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પોતાની મંજુરી આપશે.

જાેકે તાજતેરમાં જ રશિયાની સમાચાર એજન્સી તાસે કરેલા ખુલાસાએ દુનિયાભરમાં સનસનાટી મચાવી છે. તાસના જણાવ્યા પ્રમાણે ગલવાનમાં ભારતીય સેનાના જવાનો સાથેની અથડામણમાં ચીનના ૪૫ સૈનિકો માર્યા ગયા હતાં. આમ રશિયાએ ચીનના હળહળતા જુઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.