ભગવાન ગણેશનું નેકલેશ પહેરી રિહાનાએ ટોપલેસ પોઝ આપ્યો
મુંબઇ: ખેડૂત આંદોલન અંગે ટ્વટિ કરીને ચર્ચામાં આવેલી પોપ સિંગર રિહાના ફરી એક વખત લાઇમલાઇટમાં આવી છે. આ વખતે રિહાના તેના ફોટોશૂટને લીધે ચર્ચામાં આવી છે.
રિહાનાએ લોન્જરી બ્રાન્ડ માટે ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટમાં તેણે ટોપલેસ પોઝ આપ્યું છે. ફોટોશૂટ દરમિયાન તેણે કેટલીક એક્સેસરીઝ પણ પહેરી છે. જેમાં તેણે ભગવાન ગણેશનું નેકલેસ પણ પહેર્યું છે, જેના કારણે તે ટ્રોલ્સના નિશાના પર છે. સોશિયલ મીડિયામાં તેના ફેશન સેન્સની ટીકા કરવામાં આવી રહી છે.
આ પહેલાં પણ રિહાના વિવાદોમાં આવી ચૂકી છે. રિહાનાએ તેના વર્ચ્યુઅલ રનવે શોમાં લોન્જરી કલેક્શન બતાવ્યું હતું. આ શો માટે મ્યૂઝિક પ્રોડ્યૂસરે તેના ગીત ડૂમનો ઉપયોગ કર્યો હતો. આ ગીતમાં ઇસ્લામની હદીસ છે. જે બાદ સોશિયલ મીડિયામાં લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી. જે બાદ રિહાનાએ માફી માગી હતી.
ઉલ્લેખનીય છે કે, ગત ૨જી ફેબ્રુઆરીએ રિહાનાએ ભારતમાં ચાલી રહેલાં ખેડૂત આંદોલનના સમર્થનમાં ટિ્વટ કર્યું હતું. તેણે ટિ્વટ કરતાં લખ્યું હતું કે, આપણે આ વિશે કેમ વાત કરી રહ્યાં નથી?