Western Times News

Gujarati News

ઉલ્ટા ચશ્માનો અબ્દુલ ૫૦ રૂપિયા માટે કામ કરતો હતો

મુંબઈ: તારક મહેતાના પાત્રોની અલગ જ ફેન ફોલોઇંગ છે. શોમાં પુરુષમંડળ જમીને સોડા પીવા ભેગુ થાય છે અને સોડા શોપનો માલિક અબ્દુલ એટલે કે શરદ સાંકળાને પણ લોકો પસંદ કરે છે. કારણકે અબ્દુલ સોસાયટીમાં બધા જ લોકોની મદદ કરે છે અને ખાસ કરીને ટપુ સેનાની. આજે આ શોએ અબ્દુલને ખુબ સફળતા અપાવી છે પરંતુ એક સમય એવો હતો કે તેને કામ માટે ભટકવુ પડતુ હતુ.

શરદને આ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા ૨૫ વર્ષ થઇ ગયા છે અને તેમણે આજ સુધી ૩૫થી વધારે ફિલ્મોમાં કામ કર્યુ છે. આજે ભલે શરદ પોપ્યુલર છે પરંતુ તેમને આ મુકામ હાંસલ કરવામાં ખુબ સંઘર્ષ કર્યો છે. તારક મહેતા શો મળ્યા પહેલા ૮ વર્ષ સુધી શરદ બેરોજગાર રહ્યાં હતા.

આ સમય દરમિયાન તેને ઘણી તકલીફોનો સામનો કરવો પડ્યો છે. શરદે પોતાના કરિયરની શરૂઆત ૧૯૯૦માં આવેલી ફિલ્મ વંશથી કરી હતી. આ મુવી માટે તેને માત્ર ૫૦ રૂપિયા મળતા હતા. તેમાં તેણે ચાર્લી ચેપ્લિનની ભૂમિકા નિભાવી હતી. ખેલાડી, બાદશાહ અને બાજીગર જેવી ફિલ્મોમાં પણ તે નજર આવી ચૂક્યો છે.

૮ વર્ષ ભટક્યા બાદ તેણે આસિસ્ટન્ટ કોરિયોગ્રાફર અને ડાયરેક્ટર તરીકે કામ કર્યુ હતુ. તારક મહેતા શોમાં કામ કર્યા બાદ શદર અબ્દુલ તરીકે મશહૂર થઇ ગયો હતો. લોકો તેને ઓળખવા લાગ્યા અને પ્રેમ કરવા લાગ્યા. શોમાં કામ કરતા કરતા શરદને બિઝનેસ આઇડીયા આવ્યો અને તેણે પોતાનુ રેસ્ટોરન્ટ ખોલ્યુ. હાલ શરદ બે બે રેસ્ટોરન્ટનો માલિક છે અને તારક મહેતાનો અબ્દુલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.