Western Times News

Gujarati News

ધનસુરા : કારની ટક્કરે બાઈક હવામાં ફંગોળાઈ રોડ સાઈડ ખાડામાં ખાબકતા એકનું મોત

અરવલ્લી જીલ્લામાં ટ્રાફિકના નિયમનો ઉલાળિયો કરી વાહનચાલકો બેફામ વાહન હંકારતા નિર્દોષ રાહદારીઓ અને વાહનચાલકોને અડફેટે લેતા જીવ ગુમાવવો પડી રહ્યો છે ધનસુરા-બાયડ રોડ પર પેટ્રોલપમ્પ નજીક કારે ધડાકાભેર બાઈકને ટક્કર મારતા કારની ટક્કરે બાઈક હવામાં ફૂટબોલની માફક ફંગોળાઈ રોડ સાઈડમાં બાઈક ખાબકી હતી બાઈક સવાર આધેડ રોડ પર પટકાતા શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું અકસ્માતની ઘટનાનાને પગલે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા ધનસુરા પોલીસ તાબડતોડ અકસ્માત સ્થળે પહોંચી મૃતકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

પ્રાપ્ત માહીતી અનુસાર, ઉત્તર પ્રદેશના અને વર્ષોથી ધનસુરા  સ્થાઈ થયેલ મંગલસિંહ તિવારી નામના આધેડ ધનસુરાના આજુબાજુ પંથકમાં આવેલ કંપામાં નોકરી કરી જીવનનિર્વાહ ચલાવી રહ્યા હતા ધનસુરા થી બાયડ તરફ બાઈક લઈ કામકાજ અર્થે નીકળ્યા હતા ત્યારે ધનસુરા નજીક બાયડ રોડ પર આવેલ પેટ્રોલપંપ નજીક પુરઝડપે ગફલતભરી રીતે હંકારી પસાર થતા કાર ચાલકે બાઈકને જોરદાર ટક્કર મારતા બાઈક હવામાં ફંગોળાઈ રોડ નજીક રહેલા ખાડામાં ખાબકી હતી

બાઈક સવાર મંગલસિંહ રોડ પર પટકાતા શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સ્થળ પર જ પ્રાણ પંખેરું ઉડી જતા અકસ્માતના પગલે દોડી આવેલા લોકોએ ધનસુરા પોલીસને જાણ કરતા તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી મૃતક મંગલસિંહ ની લાશને પીએમ માટે દવાખાને ખસેડી હતી અકસ્માતના પગલે મૃતકના પરિવારજનોએ ભારે આક્રંદ કરી મુકતા વાતાવરણમાં ગમગીની છવાઈ હતી ધનસુરા પોલીસે અકસ્માત સર્જી કાર ઘટનાસ્થળે મૂકી ફરાર કાર ચાલક વિરુદ્ધ કાયદેદારની કાર્યવાહી હાથધરી હતી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.