Western Times News

Gujarati News

મોડાસા નાગરીક બેંક ચૂંટણીમાં ઘોડાની પેનલનો ભવ્ય વિજય

પ્રતિનિધિ દ્વારા ભિલોડા: ઉત્તર ગુજરાતમાં સહકારી નાણાકીય સહકારી સંસ્થાઓમાં અગ્ર સ્થાન ધરાવતી મોડાસા નાગરીક સહકારી બેંકમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ૧૫ બેઠકો પૈકી સ્ત્રી અનામતની બે બેઠકો અને એસ.સી-એસટીની ૧ બેઠક બિનહરીફ થઇ છે ૧૨ બેઠકો માટે રવિવારે ચૂંટણી યોજાઈ હતી જેમાં ઘોડાની પેનલમાં ૧૦ ઉમેદવારો અને વાઘની પેનલમાંથી ૮ ઉમેદવારો ચૂંટણી જંગમાં જંપલાવ્યું હતું ઘોડા અને વાઘની પેનલ વચ્ચે ભારે રસાકસી જોવા મળી હતી રવિવારે યોજાયેલ ચૂંટણીમાં મતદાન પ્રકરીયા પૂર્ણ થયા બાદ રાત્રે મતગણતરી હાથધરવામાં આવી હતી

જેમાં ઘોડાની પેનલનો ભવ્ય વિજય થતા વિજેતા ઉમેદવારો અને ટેકેદારોમાં ભારે ઉત્સાહ સાથે વિજય સરઘસ કાઢ્યું હતું ઘોડાની પેનલના વિજેતા ઉમેદવારો પર અભિનંદનની વર્ષા થઇ હતી વાઘની પેનલમાંથી બે ઉમેદવારોનો વિજય થયો હતો વાઘ પેનલના ઉમેદવારો અને ટેકેદારોમાં સોંપો પડી ગયો હતો

મોડાસા નાગરિક સહકારી બેંકમાં ઘોડાની પેનલના ૧૦ ઉમેદવારોનો ભવ્ય વિજય થતા રવિવારે મોડી રાત્રે શહેરના માર્ગો પર ઘોડાની પેનલના ઉમેદવારો અને ટેકેદારોએ ભવ્ય વિજય સરઘસ કાઢ્યું હતું અને ટેકેદારો ડીજેના તાલે વિજયોત્સવ મનાવ્યો હતો મોડાસા નાગરિક સહકારી બેંકની ચૂંટણી જાહેર થતાની સાથે શહેરના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો હતો

જેમાં છેલ્લે ઘોડાની પેનલમાંથી ૧૦ અને વાઘની પેનલમાંથી ૮ ઉમેદવારોએ ચૂંટણી જંગમાં જંપલાવ્યું હતું મતદારોને રીઝવવા બંને પેનલના ઉમેદવારોએ એડીચોંટીનું જોર લગાવ્યું હતું અને મતદાન મથક સુધી લાવવા અને બંને પેનલના ઉમેદવારોએ તેમની પેનલ તરફી મતદાન કરવા મતદાન મથક બહાર છેલ્લી ઘડી સુધી રિઝવતા નજરે પડ્યા હતા મોડાસા નાગરિક બેન્કનું સુકાન સોંપવા મતદારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો મતદાન પ્રક્રિયા પૂર્ણ થતા સાંજે મતગણતરી હાથધરવામાં આવી હતી જેમાં સભાસદોએ ઘોડાની પેનલ પર મહોર મારી બેંકનો વહીવટ સોંપ્યો હતો


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.