Western Times News

Gujarati News

UPI-હેલ્પ પર્સન-ટૂ-પર્સન વ્યવહારો માટે ઓનલાઇન ફરિયાદોનું નિવારણ થશે

યુપીઆઇ-હેલ્પ યુઝર્સને યુપીઆઇ વ્યવહારો માટે ભીમ યુપીઆઇ એપનો ઉપયોગ કરતા ગ્રાહકોને ફરિયાદ કરવામાં મદદરૂપ થશે

મુંબઈ : આરબીઆઈના ગ્રાહકને અનુકૂળ અને પારદર્શક વિવાદ નિવારણ વ્યવસ્થા (ઓડીઆર) ઊભી કરવાના વિઝનને જાળવીને હવે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઈ)એ એની ડિજિ-હેલ્પ સ્ટેકના ભાગરૂપે ભીમ યુપીઆઇ પર ‘યુપીઆઈ-હેલ્પ’ સાથે લાઇવ થઈ છે. વિવાદ નિવારણ વ્યવસ્થા ભીમ-યુપીઆઇ એપના યુઝર્સ માટે સમસ્યાનું સમાધાન કરવા પર સરળ અને શ્રેષ્ઠ અનુભવ આપશે.

યુપીઆઇ-હેલ્પ હવે ભીમ યુપીઆઈના યુઝર્સને તેમની એપ પર ઉપયોગ કરવા નીચેની સુવિધા આપશેઃ

1.     પેન્ડિંગ વ્યવહારો માટે સ્ટેટ્સ ચકાસવું

2.     નાણાકીય વ્યવહારો માટે ફરિયાદ કરવી, જે આગળ વધી ન હોય કે લાભાર્થીના ખાતામાં નાણાં જમા ન થયા હોય

3.     મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન માટે ફરિયાદ કરવી

યુપીઆઇ-હેલ્પ પર્સન-ટૂ-પર્સન (પી2પી) નાણાકીય વ્યવહોર માટે ઓનલાઇન ફરિયાદોનું સમાધાન કરી શકે છે. આ ઉપરાંત યુઝરે કોઈ કામગીરી ન કરી હોય એવા પેન્ડિંગ વ્યવહારોના કેસમાં યુપીઆઇ-હેલ્પ એપ પર વ્યવહારોનું ફાઇનલ સ્ટેટ્સ ઓટો અપડેટ કરવાનો સક્રિયપણે પ્રયાસ પણ કરશે.

ભીમ એપ પર એનપીસીઆઈ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, એક્સિસ બેંક, એચડીએફસી બેંક અને આઇસીઆઇસીઆઈ બેંકના ગ્રાહકો માટે લાઇવ થઈ છે. પેટીએમ પેમેન્ટ્સ બેંક અને ટીજેએસબી સહકારી બેંકના ગ્રાહકોને પણ ટૂંક સમયમાં યુપીઆઇ-હેલ્પનો લાભ મળશે. યુપીઆઇમાં સહભાગી અન્ય બેંકોના યુઝર્સ આગામી મહિનાઓમાં યુપીઆઇ-હેલ્પની શ્રેષ્ઠ સુવિધાઓનો લાભ મળશે.

આરબીઆઈની ઓડીઆર પ્રસ્તુત કરવાની પહેલ ગ્રાહકોને આત્મવિશ્વાસ સાથે ડિજિટલ પેમેન્ટ સ્વીકારવા અને કેશલેસ થવા માટે સક્ષમ બનવા માટેનો માર્ગ મોકળો કરે છે. અન્ય બેંકો ગ્રાહકના હિતોનું રક્ષણ કરવા ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમને મજબૂત કરવા યુપીઆઇ-હેલ્પનો અમલ કરવા પણ સજ્જ છે.

યુપીઆઇ-હેલ્પ સિસ્ટમ ભવિષ્યમાં મજબૂત ગ્રાહક ફરિયાદ નિવારણ વ્યવસ્થા માટે ટેકનોલોજી અને ઇનોવેશનના સમન્વયનું ઉદાહરણ છે. યુપીઆઇ-હેલ્પ ભીમ યુપીઆઇ પર લાઇવ થશે, જે વધુને વધુ યુઝર્સને તેમના યુપીઆઇ વ્યવહારો માટે આત્મવિશ્વાસ વધારીને ડિજિટલ પેમેન્ટ્સ ઇકોસિસ્ટમમાં ઓન-બોર્ડ આવવા પ્રોત્સાહન અને વિશ્વાસ આપશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.