Western Times News

Gujarati News

મારુતિ સુઝુકી ડ્રાઇવિંગ સ્કૂલે 15 લાખથી વધુ લોકોને સફળતાપૂર્વક તાલીમ આપી

ભારતનું અગ્રણી પ્રોફશનલ ડ્રાઇવિંગ સેન્ટરનું નેટવર્ક-દેશભરના 238 શહેરોમાં 492 ડ્રાઇવિંગ ટ્રેઇનિંગ સેન્ટર | એક્સપર્ટ્સ અને ક્લિફાઇડ ટ્રેઇનર્સ | એડવાન્સ્ડ ટ્રેઇનિંગ મેથોલોજી | ડિજિટલ રીતે કનેક્ટેડ : કસ્ટમરોની સગવડતા માટે વેબસાઇટ અને મોબાઇલ એપ  

મારુતિ સુઝુકી ડ્રાઇવિંગ સ્કૂલ (એમએસડીએસ), ભારતની અગ્રણી સંગઠિત ડ્રાઇવિંગ ટ્રેઇનિંગ સ્કૂલ છે, જેણે 15 લાખથી વધુ અરજદારોને સલામત ડ્રાઇવિંગમાં સફળતાપૂર્વક તાલિમબદ્ધ કર્યા છે. એમએસડીએસની રચના ભારતીય માર્ગોને વધુ સુરક્ષિત બનાવવાના મુખ્ય ઉદ્દેશ્ય સાથે  કરવામાં આવી છે,

જેમાં ગુણવત્તાયુક્ત ડ્રાઇવિંગ ટ્રેઇનિંગ માટે વૈશ્વિક માપદંડ રજૂ કરવામાં આવ્યા છે. એમએસડીએસએ તેની અદ્યતન ટ્રેઇનિંગ મેથોલોજી દ્વારા સતત માપદંડો નક્કી કર્યા છે જેમાં અદ્યતન ડ્રાઇવિંગ સિમ્યુલેટર અને સાવચેતી પૂર્વક તૈયાર કરાયેલા પ્રેક્ટિકલ અને સૈદ્ધાંતિક અભ્યાસક્રમો શામેલ છે.

સિમાચિહ્ન અંગે જણાવતા મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (માર્કેટિંગ અને સેલ્સ) શ્રીમાન શશાંક શ્રીવાસ્તવે કહ્યુ હતુ કે, “મારુતિ સુઝુકી ડ્રાઇવિંગ સ્કૂલ (એમએસડીએસ)ની કલ્પના નાગરિકોને બેસ્ટ-ઇન-ક્લાસ ડ્રાઇવિંગ તાલીમ આપવાનાં હેતુથી કરવામાં આવી હતી.

ભારતના 238 શહેરોમાં 492 થી વધુ ફેસેલિટીઝ સાથે ભારતની અગ્રણી પ્રોફેશનલ્સ ડ્રાઇવિંગ સ્કૂલ ચેઇન બની ગયુ છે. એમએસડીએસ નેટવર્કમાં લગભગ 1400 પ્રમાણિત અને ક્વોલિફાઇડ એક્સપર્ટ્સ ટ્રેનર્સ છે. એમએસડીએસમાં, અમારું ધ્યાન દરેક અરજદારમાં સલામત અને જવાબદાર માર્ગ વર્તણૂકને વિકસાવવાનો છે

જ્યારે વાહનની મૂળભૂત જાળવણી અને ઇમર્જન્સી હેન્ડલિંગ ટેકનીકો વિશેના 360* નોલેજ સાથે સલામત ડ્રાઇવિંગ કુશળતા પ્રદાન કરવામાં આવે છે. અને મને જણાવતા આનંદ થાય છે કે અમે એમએસડીએસ મારફતે 15 લાખ અરજદારોને સલામત ડ્રાઇવિંગ અંગેની તાલીમ આપી છે. આ કિર્તીમાન વૈજ્ઞાનિક અને ટેકનિકલ ડ્રાઇવિંગ નોલેજ પ્રદાન કરવાની અમારી પ્રતિબદ્ધતાને પણ દર્શાવે છે. ”

એમએસડીએસ એક હાઇબ્રિટ અભ્યાસક્રમ દ્વારા ગુણવત્તાયુક્ત તાલીમ આપે છે જેમાં નિષ્ણાતો દ્વારા ઓન-રોડ ડ્રાઇવિંગની પરિસ્થિતિઓ અને ક્લાસ રૂમની તાલીમ શામેલ છે. આ નિષ્ણાતો માર્ગ વ્યવહાર, રક્ષણાત્મક ડ્રાઇવિંગ, ગુડ સમરિટન લો, ટ્રાફિકના નિયમો અને લોકોની વચ્ચે તાલીમાર્થીઓને શિક્ષિત કરવા માટે ટ્રેઇનિંગ સેશન સત્રો ઉપલબ્ધ કરાવે છે. એમએસડીએસ દ્વારા અપાતા અભ્યાસક્રમો વિશેષ રીતે દરેક અરજદારની આવશ્યકતાને અનુરુપ વ્યક્તિગત છે.

વર્ષ 2020માં, એમ.એસ.ડી.એસ. એ અરજદારોને કસ્ટમાઇઝ કરેલા નવા અભ્યાસક્રમો રજૂ કર્યા જેમને ઓન-રોડ પ્રેક્ટિસની વધારે આવશ્યકતા છે. નવા શિખાઉ અને યુવાન શીખનારાઓ માટે વિવિધ કાર્યક્રમો ચલાવવા ઉપરાંત, એમએસડીએસ વિવિધ કોર્પોરેટરો, ફ્લિટ ઓનર્સ સાથે સહયોગ કરે છે અને તેમની વિવિધ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે સંયુક્ત રીતે કાર્યક્રમોનું આયોજન કરે છે. અરજદારોને મૂલ્ય વર્ધક સેવાઓ પણ આપવામાં આવે છે જેમ કે લાઇસન્સમાં સહાયતા અને લોકોની વચ્ચે પોતાની કાર પર સહાયતા.

ડિજિટાઇઝેશનની દિશામાં ફંટાવાની સાથે, ટેક-સેવી ગ્રાહકોને ઉત્કૃષ્ઠ અનુભવ પ્રદાન કરવા માટે, મોબાઇલ એપ્લિકેશન અને વિશેષ રીતે એમએસડીએસ માટે તૈયાર કરાયેલી વેબસાઇટ લોન્ચ કરવામાં આવી હતી.

આ ઉપરાંત, એમએસડીએસનો હેતુ એપ્લિકેશન પર નવું ડિજિટલ કન્ટેન્ટ તેમજ ગ્રાહકોને તેમના ઘરે સગવડતા મુજબ થિયરીનો અભ્યાસક્રમની વેબસાઇટ પર રજૂઆત કરવાનો છે. લોકોને સંવેદનશીલ બનાવવા અને રસ્તાના જોખમોને ઘટાડવા માટે એમએસડીએસ આરટીઓ, ટ્રાફિક પોલીસ, વિવિધ એનજીઓ અને સ્વ-સહાય જૂથોની સાથે મળીને કામ કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.