શ્વેતા તિવારી ડંડા મારતી હતી, અભિનવ કોહલીનો આરોપ
મુંબઈ: ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી અને તેના અલગ થયેલા પતિ અભિનવ કોહલી વચ્ચે લાંબા સમયથી માથાકૂટના સમાચાર જાણવા મળી રહ્યા છે. શ્વેતા તિવારીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે ઘરેલુ હિંસાનો શિકાર થઈ છે અને અભિનવે તેના પર હાથ ઉપાડ્યો હતો. હવે અભિનવે આ વાત પર જવાબ આપ્યો છે. તેણે માન્યું કે એકવખત તેણે શ્વેતાને લાફો માર્યો હતો પરંતુ, શ્વેતા પણ તેની સાથે મારામારી કરી ચૂકી છે.
હાલમાં જ આપેલા ઈન્ટરવ્યુમાં અભિનવે જણાવ્યું કે સમસ્યા ત્યારે શરૂ થઈ હતી કે જ્યારે શ્વેતાના પ્રથમ લગ્નથી જન્મેલી દીકરી પલકે કહ્યું કે તે અભિનવની સાથે નહીં રહે અને ત્યારબાદ સમસ્યા શરૂ થઈ. અભિનવના જણાવ્યા મુજબ તેણે ઓક્ટોબર ૨૦૨૦થી પોતાના દીકરાને જાેયો નથી. આ ઈન્ટરવ્યુમાં અભિનવે જણાવ્યું કે મેં ક્યારેય શ્વેતાને ફટકારી નથી, સિવાય કે તે થપ્પડ કે જેનો ઉલ્લેખ પલકે જાતે પોતાના લેટરમાં કર્યો હતો. હું તે થપ્પડ માટે બંને પાસે માફી માગી ચૂક્યો છું. તમામ કન્ફ્યુઝન શ્વેતાએ ઊભું કર્યું છે
જેથી એવું સાબિત કરી શકે કે મેં તેની સાથે ઘરેલુ હિંસા કરી છે જે સત્ય નથી. મેં ક્યારેય મહિલાઓ સાથે મારપીટ નથી કરી. અભિનવે કહ્યું કે હાલમાં જ પોતાના એક ઈન્ટરવ્યુમાં શ્વેતાએ મને પત્નીને ફટકારનારના રૂપે રજૂ કર્યો હતો કે જ્યારે તે મને દંડાથી ફટકારી ચૂકી છે. વર્ષ ૨૦૧૭માં અમારો ઝઘડો થયો અને તે મારા ૩ વર્ષના દીકરાને લઈને મારાથી અલગ થઈ ગઈ
તો મેં દીકરાને મળવાના પ્રયાસ કર્યા. મેં ઈન્સ્ટાગ્રામ પર ફોટો પણ શેર કર્યો કે જેમાં મારી આંખ નીચે કાળુ નિશાન જાેઈ શકાય છે. શ્વેતાએ પોતાના ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે પલકે ૬ વર્ષની ઉંમરમાં આ બધું (મારપીટ) જાેયું છે માટે મારે આ પગલું ભરવું પડ્યું. શ્વેતાના જણાવ્યા મુજબ, તેનો દીકરો ૪ વર્ષનો છે અને તેને પોલીસ, જજ વિશે ખબર છે.