Western Times News

Gujarati News

પૂજા બેદી મંગેતર માનેક સાથે ગોવામાં ટાઇમ વિતાવી રહી છે

મુંબઈ: કોરોનાનાં વધતા કેસની વચ્ચે એવાં ઘણાં સેલિબ્રિટીઝ છે જે રજાઓ માણવાં મુંબઇથી બહાર જઇ રહ્યાં છે. એક્ટ્રેસ પૂજા બેદી પણ તેમાંથી એક છે. હાલમાં તે તેનાં મંગેતર માનેક કોન્ટ્રેક્ટરની સાથે ગોવામાં ક્વોલિટી ટાઇમ વિતાવી રહી છે. ૫૦ વર્ષિય પૂજાએ તેનાં મંગેતરની સાથે ટિ્‌વટર પર એક વીડિયો શેર કર્યો છે જે ખુબજ વાયરલ થઇ રહ્યો છે. પૂજા બેદીએ એક વીડિયો શેર કર્યો છે

જેમાં તેની ખુશી સ્પષ્ટ જાેઇ શકાય છે. વીડિયો શેર કરતાં તેણે લખ્યું છે, સ્વસ્થ, ખુશ રહેવા માટે એન્જાેય, ગોવા. આપનાં દિમાગને મુક્ત કરો, કોઇ ડર નહીં. જીવન જીવવાનં નામ છે ન કે કેદમાં રહેવાનું. એક વાયરસનાં ડરથી એક વર્ષ અને વર્ષો સુધી માસ્ક, આ સ્પષ્ટ છે કે આ હાલમાં નથી જવાનો. આશરે એક વર્ષથી માસ્ક પહેરવા/ લોકડાઉન બાદ જાે કાલે આપની મોત થઇ જાય.

આપને સૌથી મોટો અફસોસ શું રહેશે? વીડિયોમાં તેને સ્પષ્ટ સાંભળી શકાય કે, ‘ગોવામાં હોવાની ખુશી. ‘ તે હાલમાં માણેકનાં પ્રેમમાં છે અને તે તેને પ્રેમથી ‘માય બેબી’ કહીને બોલાવે છે. એક અન્ય વીડિયો પોસ્ટ કરતાં તેણએ લખ્યું છે, ‘આઇ લવ ગોવા, ગોવાને પ્રેમ કરવાનાં ઘણાં કારણો છે, બહારની લોકેશન, સ્થાનિક લોકોનું સ્વાગત, શાનદાર ફૂડ અને સૌથી જરૂરી વાત, મારું સ્વાસ્થ્ય અને ગોવામાં બિઝનેસ.’


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.