પ્રિયંકા ચોપરાએ ફ્લાઇટમાં ખુબજ દારુ ઢિંચી લીધો હતો
મુંબઈ: બોલિવૂડ બાદ હોલિવૂડમાં પોતાનો ડંકો વગાડનારી એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા સોશિયલ મીડિયા પર ખુબજ એક્ટિવ રહે છે તે તેનાં ફેન્સની સાથે અવાર નવાર દિલચસ્પ પોસ્ટ શેર કરતી રહે છે. પ્રિયંકા હાલમાં હોલિવૂડ પ્રોજેક્ટ્સમાં બિઝી છે. પ્રિયંકાએ હાલમાં ૭૪માં બાફ્ટા એવોર્ડમાં વગર બટન વાળો ડ્રેસ પહેર્યો હતો જેને કારણે તે ચર્ચામાં છે. આ ખબરની વચ્ચે પ્રિયંકાનો એક ફ્લાઇટ વાળો કિસ્સો ચર્ચામાં છે જેમાં તેણે ચિક્કાર કોકટેલ પીધો હતો. પ્રિયંકા ચોપરાનો આ કિસ્સો ત્યારેનો છે
જ્યારે એક્ટ્રેસનાં લગ્ન થયા ન હતાં અને તે તનાં અમેરિકન શો ક્વૉન્ટિકોને કારણે ફેમસ થઇ ગઇ હતી. પિંકવિલાની એક રિપોર્ટ મુજબ એક પ્લાઇટ અટેન્ડન્ટે પ્રિયંકાનો આ કિસ્સો શેર ર્યો છે. અટેન્ડન્ટે તેનો એક વીડિયો ઓનલાઇન અપલોડ કર્યો છે
જેમાં તે આ મજેદાર કિસ્સો જણાવે છે. ફ્લાઇટ અટેન્ડન્ટે જણાવ્યું કે, એક્ટ્રેસે ફ્લાઇટમાં તેની પાસે બ્લડી મેરી (એક પ્રકારનું કોકટેલ)ની માંગણી કરી હતી. પ્રિયંકાનાં આ ડ્રિંકની સાથે હોટ સોસિઝ મંગાવ્યા હતાં. જે બાદ પ્રિંયકાએ કોકટેલની ત્રણ ડ્રિંક્સ લીધી હતી. અને તે નશામાં ટલ્લી થઇ ગઇ હતી. જે બાદ તેણે કોઇ સાથે વાત ન કરી અને ચુપચાપ સુઇ ગઇ હતી. જાેકે, રિપર્ટમાં જણાવવામાં આવ્યું કે, રેડઇટ પર અપલોડ કરવામાં આવેલો આ વીડિયો યૂઝરે થોડા સમય બાદ જ ડિલીટ કરી નાખ્યો હતો
અતને હાલમાં તે વીડિયો કોઇ સોશિયલ સાઇટ પર નથી. હાલમાં પ્રિયંકા ચોપરાએ ૭૪માં બાફ્ટા એવોર્ડ સમારંભમાં હાજરી આપી હતી. પ્રિયંકા તે પસંદીદા કલાકારમાંથી એક છે જેને આ એવોર્ડ શોનાં પ્રેઝન્ટેટર બનવાની તક મળી. પ્રિયંકાએ તેનાં સોશિયલ મીડિયા પેજ પર તે એવોર્ડ ફંક્શનનાં ખુબ બધા ફોટો શેર કર્યા હતાં.
પ્રિયંકા ચોપરા એક્ટિંગની સાથે સાથે ફેશન સેન્સને કારણે પણ ચર્ચામાં છે. પ્રિયંકાએ બ્રિટિશ એકેડમી ઓફ ફિલ્મ એન્ડ ટેલિવિઝન એવોર્ડ્સમાં પણ ખાસ ડ્રેસ પહેર્યો હતો જેની તસવીર તેણે તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરી હતી. આ ઇવેન્ટમાં તેણે એક મેડારિન કોલર વાળો પિંક જેકેટ પહર્યું હતું. જેનો ભાવ ૩૯૧૫ યૂરો એટલે કે ભારતીય ચલણ પ્રમાણે, ૩,૫૨,૦૭૫ રૂપિયા હતો.