Western Times News

Gujarati News

અમૃતા-અનમોલે શેર કરી પુત્ર વીરની ક્યૂટ તસવીર

અમૃતા અને આરજે અનમોલ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે, તેઓ દીકરા સાથેની તસવીરો શેર કરતાં રહે છે

મુંબઈ, બોલિવુડ એક્ટ્રેસ અમૃતા રાવ અને તેના પતિ આરજે અનમોલને ત્યાં ૧ નવેમ્બર, ૨૦૨૦ના રોજ દીકરાનો જન્મ થયો હતો. જ્યારથી કપલ માતા-પિતા બન્યા છે ત્યારથી ઘણીવાર દીકરા વીર સાથેની તસવીરો અને વીડિયો શેર કરતાં રહે છે. ડેડી આરજે અનમોલ હાલમાં સોશિયલ મીડિયા પર દીકરા વીરની એક તસવીર શેર કરી છે.

જેમાં વીર મમ્મી અમૃતાના ખોળામાં જાેવા મળી રહ્યો છે. તેણે બ્લૂ શોર્ટ્‌સ, વ્હાઈટ ટી શર્ટ અને ઉપર કેપ પહેરી છે. તસવીરમાં વીર એકદમ ક્યૂટ લાગી રહ્યો છે. અનમોલે પોસ્ટ શેર કરી છે, તેમાં કોઈ બાબત ધ્યાન ખેંચી રહ્યું હોય તો તેનું કેપ્શન છે.

તેણે કેપ્શનમાં લખ્યું છે કે, ‘જ્યારે હું ડ્રાઈવ કરતો હોઉ ત્યારે કોઈ નજીકથી તેના પર નજર રાખે છે. કોઈ જણાવશે, અહીંયા બાપ કોણ છે? તસવીરમાં જાેઈ શકાય છે કે, અમૃતા રાવ કારની ફ્રંટ સીટમાં બેઠી છે અને વીર તેના ખોળામાં છે. જ્યારે અનમોલ ડ્રાઈવિંગ સીટ પર બેઠો છે અને તેણે આ તસવીર ક્લિક કરી હોય તેમ લાગે છે.

પપ્પા અનમોલ પોતાની જ તસવીર લઈ રહ્યા હોય તેવી ખબર તેમ વીર એકીટશે જાેઈ રહ્યો છે. વીરની આ તસવીર પર અમૃતા અને અનમોલના ફેન્સને કોમેન્ટ કરીને પ્રેમ વરસાવ્યો છે. એક ફેને લખ્યું છે કે, ‘માશાઅલ્લાહ વીર એકદમ ક્યૂટ છે. કેટલાક ફેન્સે વીરને ક્યૂટ કહ્યો છે તો કેટલાકે હાર્ટ ઈમોજી મૂક્યું છે.

તો એકે લખ્યું છે કે, ‘વીર માટે ખૂબ બધો પ્રેમ ગયા મહિને અનમોલે અમૃતા વીરને ફીડિંગ કરાવી રહી હોય તેવી તસવીર શેર કરી હતી. આ સાથે તેણે લખ્યું હતું કે, ‘નિયમિત વીરને ફીડ કરાવતી અમૃતાને જાેવી તે મારા માટે એક સુંદર નજારો છે. આ ઘણું અનોખું અને મેજિકલ છે.

અને ઘણું પવિત્ર પણ. આ ઘણી મુશ્કેલ ડ્યૂટી છે-આખી રાત, આખો દિવસ આમ કરતી વખતે તેના ચહેરા પર હંમેશા સ્મિત હોય છે. મા અને બાળક વચ્ચેનું બોન્ડિંગ અલગ હોય છે, હું તને સલામ કરૂં છું, મારી માતાને સલામ કરૂં છું અને ધરતી પરની દરેક માતાઓને પણ હું કહું છું કે મધર્સ ડેની રાહ કેમ જાેવાની. અગાઉ વાતચીત કરતાં અમૃતા રાવે કહ્યું હતું કે, હું મારા બાળકના ચહેરા પરથી નજર હટાવી શકતી નથી. મારા પતિના ચહેરા પર પણ આનંદના હાવભાવ જાેવા મળી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.