Western Times News

Gujarati News

લંડનમાં શારીરિક સંબંધ બનાવતી વખતે મહિલાનું મોત

લંડન: રોમેન્ટિક એડવેંચરના શોખીન કપલ રજાઓ માણવા એક રિપોર્ટમાં રોકાયું હતું. જ્યાં શારીરિક સંબંધ બાંધતી વખતે પતિ સુઇ ગયો. અને મહિલાનું મોત થઇ ગયું. જાેકે આ દરમિયાન મહિલા હાથ પગ બાંધેલા હતા અને તેના મોંઢામાં પતિએ કપડું ઠુંસી દીધું હતું. પરંતુ નશામાં હોવાથી તે સમયે પતિ સુઇ ગયો. નોર્થ વેસ્ટ લાઇવના સમાચાર અનુસાર વોરેન માર્ટિન કોલ્ટરને કોર્ટે ૬ વર્ષની સજા સંભળાવી છે.

કોર્ટે વોરેનને ગંભીર બેદરકારીનો દોષી ગણ્યો છે. જાણકારી અનુસાર વોરેન માર્ટિન કોલ્ટન પોતાની ૩૮ વર્ષની પત્ની ક્લેયર વ્હાઇટની સાથે એક લક્ઝરી લોઝમાં ગયા હતા. વોરેન અને કલેયર આ ટ્રિપ પર ખૂબ એડવેંચર કરવાના ઇરાદે આવ્યા હતા. અહીં તેમણે એડવેંચરની ઇચ્છામાં પોતાની પત્નીના હાથ પગ બાંધે દિધા અને મોંઢામાં કપડું ઠુસી દીધું. જાેકે માર્ટિનએ ખૂબ નશો કર્યો હતો એટલા માટે તેમની ઉંઘ આવી ગઇ હતી.

તો બીજી તરફ ક્લિયર સ્થિતિ ખરાબ થવા લાગ્યા પરંતુ તે બાંધેલી હોવાથી તે કંઇ કરી શકી નહી અને તેણે દમ તોડી દીધો. માર્ટિનની સવારે જ્યારે આંખ ખુલી તો તેણે જાેયું કે મોત થઇ ગયું છે. તો મદદ માંગવાના બદલે ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો અને રિસોર્ટના સ્ટાફે મહિલાની ડેડ બોડીને લઇને પોલીસને સૂચના આપી હતી. ઘટનાસ્થળેથી દારૂ અને ડ્રગ્સ સાથે જ આ ટ્રિપ પર ગ્લવ્સ, રેડ ટેપ, વ્હાઇટ ટેપ જેવી ઘણી વસ્તુઓ મળી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.