હવે કંગના રનૌતને કોરોના,હું વાયરસને ખતમ કરીશ
મુંબઇ: અભિનેત્રી કંગના રનૌતનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે.તેણે ઇસ્ટાગ્રામ પર એક પોસ્ટ લખી માહિતી આપી છે આ સાથે જ તેમણે ખુદને કવારંટીન કરી લીધી છે.
કંગનાએ પોતાની એક તસવીર સંયુકત કરી જેમાં તે ધ્યાનની મુદ્રામાં છે તેણે લખ્યું ગત કેટલાક દિવસોથી હું થાક અને નબળાઇ અનુભવી રહી હતી અને મારી આંખોમાં સામાન્ય જલન થઇ રહી હતી હિમાચલ જવાની આશામાં ગઇકાલે મે મારો ટેસ્ટ કરાવ્યો અને આજે પરિણામ આવ્યું છે હું કોવિડ પોઝીટીવ છું મેં ખુુદને કવારંટીન કરી લીધી છે.
મને બિલકુલ પણ ખબર નથી કે આ વાયરસ મારા શ રીરમાં છે હવે મને ખબર છે કે હું તેને ખતમ કરી દઇશ
કંગના આગળ લખે છે કે જાે તમે ડરી ગયા તો આ તમને ડરાવશે આવો આ કોવિડ ૧૯ને ખતમ કરીએ આ બીજુ કાંઇ નથી પરંતુ એક સામાન્ય ફલુ છે જેને વધુ દબાવવામાં આવ્યું અને હવે બધુ લોકો પર છે હર હર મહાદેવ