ફ્રાંસની રેડ વાઈને અંતરિક્ષમાં ૪૩૮ દિવસ પસાર કર્યા
ફ્રાંસ: અંતરિક્ષમાં ૧૪ મહિના વિતાવ્યા બાદ એક રેડ વાઈનની એક બોટલ વેચાણ માટે તૈયાર છે. આ બોટલને નવેમ્બર ૨૦૧૯માં ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં મોકલવામાં આવી હતી. તેથી તેને ધરતીના ગુરૂત્વાકર્ષણથી દૂર રાખી શકાય. સાથે જ જાણી શકાય કે તેનું શું અસર થાય છે. ધરતી પર પરત આવ્યા બાદ આ વાઈનનો સ્વાદ તેની અસલી ઉંમર કરતા વધુ જૂનો લાગે છે. સામાન્ય રીતે આ રેડ વાઈનની કિંમત ૬૦૦૦ ડોલર એટલે કે ૪.૩૯ લાખ રૂપિયા છે. જાે કે અંતરિક્ષથી પરત ફર્યા બાદ તેને ખરીદવા માટે તમારે કરોડો રૂપિયાનો ખર્ચ કરવો પડશે.
આ રેડ વાઈનનું નામ પેટ્રસ ૨૦૦૦ મર્લોટ છે. આ વાઈનને ફ્રાંસના બોર્દોક્સ વિસ્તારમાં દ્રાક્ષથી બનાવવામાં આવી છે. આ સ્પેસ વાઈનની ૧૨ બોટલને અંતરિક્ષમાં મોકલવાની હતી. હાલ તે બોટલ ધરતી પર આવી છે, તેણે અંતરિક્ષમાં ૪૩૮ દિવસ પસાર કર્યા છે. સારી વાત એ છે કે આ દરમિયાન સ્પેસ સ્ટેશનમાં રહેલા કોઈ પણ અંતરિક્ષયાત્રીએ આ બોટલોમાંથી વાઈન પીધી નથી. ખરેખર તેમના ધૈર્યના વખાણ કરવા જાેઈએ. પેટ્રસ ૨૦૦૦ મર્લોટની બોટલે ધરતીને અનેક ચક્કર લગાવ્યા છે. જવા સમયે અને આવવા સમયે પણ ઘણા ચક્કર લગાવ્યા. આ દરમિયાન બોટલે માઈક્રોગ્રેવિટી અને કોસ્મિક રેડિએશનનો સામનો કર્યો.
આ બોટલ ૧૪ જાન્યુઆરી, ૨૦૨૧ના ધરતી પર પરત ફરી હતી. તેને પરત લાવવામાં માટે સ્પેસએક્સના ડ્રેગન કેપ્સુની મદદ લેવામાં આવી હતી. તમે પેટ્રસ ૨૦૦૦ મર્લોટની બોટલને ક્રિસ્ટીઝની હરાજી ઘરમાં બોલી લગાવી ખરીદી શકો છો. જાે કે આ માટે તમારે કરોડપતિ હોવું જરૂરી છે. કારણ કે ૪.૩૯ લાખની બોટલની હરાજીની શરૂઆતી કિંમત ૧ મિલિયન ડોલર એટલે કે ૭.૩૨ કરોડ રૂપિયા રાખવામાં આવી છે.