Western Times News

Gujarati News

રશ્મીનો શોર્ટ સ્કર્ટમાં ડાન્સ જાેઈ ફેન્સે કહ્યું બધું દેખાય છે

મુંબઈ: જાણીતી ટીવી એક્ટ્રેસ અને બિગ બોસ-૧૩ ફેમ રશ્મી દેસાઈ છેલ્લાં કેટલાંક સમયથી કોઈકને કોઈક રીતે સોશલ મીડિયા ખુબ જ એક્ટિવ રહે છે. આ વખતે તેણે એકદમ નાનું સ્કર્ટ પહેરીને એવો સેક્સી ડાંસ કર્યો છેકે, જે કોઈ આ વીડિયો જાેવે છે બસ જાેતો રહી જાય છે. આ અભિનેત્રી તેના સેક્સી ફિગર અને અદાઓથી લાખો લોકોને દિવાના બનાવી ચૂકી છે. ઈંસ્ટાગ્રામથી લઈને સોશલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર રશ્મી જબરદસ્ત ફેન ફોલોઈંગ ધરાવે છે. કોઈકને કોઈક રીતે ચર્ચામાં રહીને તે બોલીવુડમાં પોતાનો પગ જમાવા માંગે છે.

રશ્મી દેસાઈ આ વીડિયોમાં કોઈ દુકાનની બહાર શોર્ટ સ્કર્ટમાં સેક્સી ડાંસ કરતી જાેવા મળે છે. જેમાં તે કાર્ડી બીના સોંગ  પર ડાંસ કરતી જાેવા મળે છે. આ વીડિયો તેણે ઈંસ્ટાગ્રામ પર મુકતાની સાથે જ અત્યાર સુધીમાં લાખો લોકો જાેઈ ચુક્યાં છે. તમે પણ આ વીડિયો જાેશે તો જાેતા જ રહી જશો. જાેકે, રશ્મીનો આવો વીડિયો જાેઈને સોશલ મીડિયા પર તેની મજાક પણ ઉડાવવામાં આવી.

ફેન્સે તેને ખરી ખોટી પણ સંભળાવી દીધી. એક ફેન્સે તો ત્યાં સુધી કહી દીધું કે સ્કર્ટ ઉંચું ઉડે છે તેનો ડર નથી લાગતો કે શું? એવું સ્કર્ટ પહેર્યું છેકે, આમા બધું જ દેખાય છે. આ તો બેશર્મીની હદ કરી દીધી છે. એટલું જ નહીં આ પહેલાં પણ રશ્મી દેસાઈએ કેમેરા સામે કપડાં બદલીને સૌ કોઈને ચોંકાવી દીધાં હતાં. એ વીડિયોએ પણ સોશલ મીડિયામાં ભારે ચર્ચા જગાવી હતી. રશ્મી આમ, કોઈકને કોઈક રીતે સોશલ મીડિયામાં છવાયેલી રહે છે.

ફેન્સ પણ તેના અવનવા અંદાજને ખુબ જ પસંદ કરે છે. જાેકે, તેમ છતાં બોલ્ડ અને બિંદાસ્ત રશ્મીના અંદાજ તે તેવરમાં કોઈ ફેર પડ્યો નથી. રશ્મી પહેલાં કરતા વધુને વધુ બોલ્ડ બનતી જાય છે. અગાઉ રશ્મી પોતાનું બિકિની ફોટોશૂટ કરાવીને પણ હોટ ફોટોઝ શેયર કરી ચૂકી છે. તેણે હવે બોલીવુડમાં કોઈકને કોઈક રીતે પગ જમાવવાનું નક્કી કરી લીધું હોય તેવું લાગી રહ્યું છે. અને તેનો બોલ્ડ અંદાજ જાેઈને નજીક સમયમાં તે ફિલ્મોમાં દેખાવા લાગે તો નવાઈ નહીં. એજ કારણ છેકે, તે સોશલ મીડિયાનો આ પ્રકારે ઉપયોગ કરીને હાલ પોતાનું ફેન ફોલોઈંગ વધારી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.