Western Times News

Gujarati News

કેનેડામાં લોકોને સપનામાં મરેલા માણસો દેખાય છે

Files Photo

વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે બીમારી સેલફોન ટાવરોના રેડિએશનથી ફેલાઈ રહી છે, હજુ વૈજ્ઞાનિક પુષ્ટિ થઈ નથી

ટોરેન્ટો: દુનિયાના મોટાભાગના દેશો હાલ કોરોના મહામારીની ઘાતક લહેરનો સામનો કરી રહ્યા છે. આ બધા વચ્ચે કેનેડામાં એક રહસ્યમયી મગજની બીમારીથી દહેશત ફેલાઈ છે. અત્યાર સુધીમાં ૪૮ દર્દીઓ મળી આવ્યા છે. જેમનામાં અનિન્દ્રા, અંગોમાં શિથિલતા અને ચિત્તભ્રમ જેવા લક્ષણો જાેવા મળી રહ્યા છે. રિપોર્ટ મુજબ આ રહસ્યમયી બીમારીના દર્દી એટલાન્ટિક તટ પર વસેલા કેનેડાના ન્યૂ બ્રંસવિક પ્રાંતમાં મળી આવ્યા છે. આ લોકોને સપનામાં મૃત વ્યક્તિઓ જાેવા મળે છે. ત્યારબાદથી અહીં લોકોમાં ડર પેદા થઈ ગયો છે. જાે કે આ બીમારીની ભાળ મેળવવા માટે કેનેડાના અનેક ન્યૂરોલોજિસ્ટ દિવસ રાત કામ કરી રહ્યા છે.

આ બધા વચ્ચે વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે આ બીમારી સેલફોન ટાવરોના રેડિએશનથી ફેલાઈ રહી છે. અનેક વૈજ્ઞાનિકો એવા પણ છે જે આ બીમારી માટે કોરોના રસીને દોષ આપી રહ્યા છે. જાે કે આમાંથી કોઈ પણ દાવાની હજુ સુધી વૈજ્ઞાનિક પુષ્ટિ થઈ નથી. વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે આ બીમારી કેનેડામાં આજથી લગભગ ૬ વર્ષ પહેલા ફેલાવવાની શરૂ થઈ હતી. તેની ઝપેટમાં અનેક લોકો આવ્યા હતા. જેમાંથી ૬ લોકોના મોત થયા પરંતુ ૧૫ મહિના પહેલા કોરોના મહામારીનો કહેર શરૂ થઈ ગયો. જેના કરાણે લોકો અને સ્વાસ્થ્ય અધિકારીઓનું ધ્યાન આ બીમારીથી હટી ગયું. આ જ મોટી ચૂક સાબિત થઈ.

જાે કે આટલો સમય વીતી ગયા છતાં વૈજ્ઞાનિકો પાસે આ બીમારીનું નામ સુદ્ધા નથી. લોકો સતત સવાલ પૂછી રહ્યા છે કે શું આ બીમારી પર્યાવરણથી ફેલાઈ રહી છે? શું આ વારસાગત બીમારી છે? કે પછી માછલી કે હરણનું માંસ ખાવાથી ફેલાઈ રહી છે? જાે આ બધુ નથી તો પછી આ શું છે? પરંતુ વૈજ્ઞાનિકો કઈ પણ જણાવવામાં માટે હાલ સમર્થ નથી. આ રહસ્યમયી બીમારીની સાર્વજનિક સૂચના જનતાને માર્ચમાં મળી, જ્યારે ન્યૂ બ્રંસવિકના મુખ્ય ચિકિત્સા અધિકારીએ એક પ્રિસ રિલીઝમાં તેનો ઉલ્લેખ કર્યો. ડોક્ટરોનું કહેવું છે કે તેને લઈને ધીમી પ્રતિક્રિયા વૈશ્વિક મહામારી દરમિયાન અન્ય ચિકિત્સા સ્થિતિઓના પડકારોને રેખાંકિત કરી રહી છે. વિજ્ઞાનમાં અસાધારણ પ્રગતિ છતા આપણે હજુ પણ માનસિક રોગ કે ન્યૂરો સંબંધિત બીમારીઓની જાણકારીમાં કેટલા પાછળ છીએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.