Western Times News

Gujarati News

સેક્સ સ્કેન્ડલમાં પાંચ ફેમસ ક્રિકેટર્સ ફસાયા હતા

નવી દિલ્લી: સેક્સ કેન્ડલના કારણે ઘણી વખત ક્રિકેટ જગતને શર્મસાર થવું પડ્યું છે. આ રમતના ઈતિહાસમાં આવી ઘટનાઓ ઘણી વખત બની ચુકી છે જેમાં દિગ્ગજ ક્રિકેટર્સના નામ સામે આવ્યા હતા. આવો જાણીએ આવા ૫ ફેમસ ક્રિકટર્સ વિશે કે જેમની રંગીન લાઈફ સ્ટાઈલ દુનિયાની સામે આવી ગઈ હતી. ક્રિસ ગેલ પોતાના રંગીન સ્વભાવ માટે જાણીતા છે. યુનિવર્સલ બોસના નામથી જાણીતા આ કેરેબિયન ક્રિકેટરનું નામ વર્ષ ૨૦૧૨માં આઈસીસી ચેમ્પિયન્સ ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન ચર્ચામાં આવ્યું હતું. તે ૩ બ્રિટિશ મહિલાઓ સાથે હોટલના રૂમમાં જાેવા મળ્યા હતા.

જાે કે બાદમાં આ મામલાને રફેદફે કરવામાં આવ્યો. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી પોતાના ક્રિકેટ કરિયરની શરૂઆતના સમયમાં મોટા વિવાદમાં ફસાયા હતા. કરાચીના હોટલ રૂમમાં તે પોતાની ટીમના સાથે ખેલાડીઓ ની સાથે યુવતીઓ સાથે પકડાયા હતા. આ ક્રિકેટર્સે દાવો કર્યો હતો કે યુવતીઓ ઓટોગ્રાફ માટે તેમની પાસે આવી હતી. પરંતુ પીસીબીએ આ ત્રણ ખિલાડીઓને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૦૦માં રમવા પર રોક લગાવી હતી. ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન કેવિન પીટરસનની માત્ર ચોકા- છક્કામાં નહીં સેક્સ કેન્ડલમાં પણ ખૂબ ચર્ચા થઈ.

તે ખૂબ ઓછા સમય સુધી તેમની સાઉથ આફ્રિકન ગર્લફ્રેન્ડ વેનેસા નિમ્મોની સાથે સંબંધમાં રહ્યા. નિમ્મોએ આરોપ લગાવ્યો હતો કે, એક મહિનો ચાલેલું અફર પીટરસને માત્ર એક મેસેજમાં તોડી દીધુ. મહિલાએ એ પણ આરોપ લગાવ્યો કે, દિવસભર સેક્સની ભૂખ રહેતી હતી અને હંમેશા એના માટે દબાણ કરતા હતા. સાઉથ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર હર્શલ ગિબ્સએ પોતાની બાયોગ્રાફી ટૂ દ પ્વાઈન્ટમાં પોતાની સેક્સ લાઈફ સાથે જાેડાયેલા કેટલાક ખુલાસાઓ કર્યા હતા. ઓસ્ટ્રેલિયા સામે વર્લ્‌ડકપ ૧૯૯૯ની ગ્રુપ ગેમ પહેલાં ગિબ્સે લખ્યું, મને ખબર હતી કે હું એક સેન્ચ્યુરી લગાવવા જઈ રહ્યો હતો. કદાચ મારી સાથે પલંગમાં સુતેલી યુવતીએ મને આ માટે પ્રેરીત કર્યો હતો. તે હોટલમાં કામ કરતી હતી ત્યારે મે તેની સાથે દોસ્તી કરી હતી. મને લાગ્યું કે આ મારી લકી ચાર્મ છે. ઓસ્ટ્રેલિયાના શેન વોર્નને લોકો દુનિયાના સૌથી સફળ સ્પિનર માને છે. આ સિવાય તેમને સેક્સ સ્કેન્ડલના કિંગ કહેવામાં આવે છે. તેમના પર આરોપ લાગ્યો હતો કે તેમને બ્રિટિશ નર્સ ડોના રાઈટને આપત્તિજનક મેસેજ કર્યો હતો. આ સિવાય ૨૦૦૬માં કાઉન્ટી ક્રિકેટમાં મેચ પહેલાં ૨ મોડલ્સ સાથે વોર્નરના ફોટોઝ લીક થયા હતા. આ ઘટનાની ચર્ચાઓ આજે પણ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.