Western Times News

Gujarati News

ફિલ્મ ગદરઃ એક પ્રેમ કથાના ૨૦ વર્ષ પૂરા થયા

મુંબઈ: આજથી ૨૦ વર્ષ પહેલા તારીખ ૧૫ જૂન, ૨૦૦૧ના દિવસે બોલિવૂડ સુપરહિટ ફિલ્મ ‘ગદરઃ એક પ્રેમ કથા’ રિલીઝ થઈ હતી. ત્યારે ‘ગદરઃ એક પ્રેમ કથા’ના ડિરેક્ટર અનિલ શર્માએ આ ફિલ્મના ‘હેન્ડપમ્પ’વાળા જાણીતા સીનને યાદ કર્યો કે જે સની દેઓલ ઉખાડી ફેંકે છે. તેમણે કહ્યું કે બુદ્ધિજીવીઓ આ સીન સમજવામાં નિષ્ફળ રહ્યા. ગદરઃ એક પ્રેમ કથા’ના હેન્ડપમ્પ’વાળા સીનને યાદ કરતા ડિરેક્ટર અનિલ શર્માએ કહ્યું કે આ સીનમાં હેન્ડપમ્પ ઉખડવાની સાથે-સાથે ભાવનાઓનો પણ વિસ્ફોટ હતો. જે પ્રતીકાત્મક હતું.

પરંતુ, બુદ્ધિજીવીઓ આ સીનને સમજી નહીં શકે કારણકે તેઓ તેમાં માત્ર લોજિક શોધતા રહી ગયા. થિયેટરમાં બેઠેલા દરેક લોકોએ આ સીનને જાેઈને તાળીઓ વગાડી. તેમણે વધુમાં જણાવ્યું કે લોકો મને પૂછતા હતા કે શું આ સંભવ છે? મેં કહ્યું કે જ્યારે રામાયણમાં લક્ષ્મણને સંજીવની જાેઈતી હતી ત્યારે હનુમાનજી આખો પહાડ ઉઠાવી લાવ્યા હતા. તારા સિંહ (સની દેઓલ) ભલે હનુમાન ના હોય પણ હેન્ડપમ્પ તો ઉખાડી જ શકે છે. જ્યારે હેન્ડપમ્પનો આ સીન લખાયો ત્યારે ઘણાં લોકો સહમત નહોતા.

પરંતુ, બુદ્ધિજીવીઓ એ વાત નથી જાણતા કે આ સીને એક પ્રકારે ભાવનાત્મક વિસ્ફોટ હતો. થિયેટરમાં બેઠેલા લોકો આ સીન સાથે ભાવનાત્મકરીતે જાેડાઈ ગયા હતા અને તાળીઓ વગાડી હતી. ડિરેક્ટર અનિલ શર્માનું માનવું છે કે ‘ગદરઃ એક પ્રેમ કથા’ એટલા માટે હિટ નથી થઈ કારણકે તેમાં ભારત-પાકિસ્તાનનો એંગલ હતો. તે હિટ થઈ કારણકે તેમાં ભાવનાઓ જાેડાયેલી હતી. આ એક લવ સ્ટોરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.