વેક્સિનેશનમાં ગુજરાતથી મહારાષ્ટ્ર-ઉત્તર પ્રદેશ આગળ નીકળી ગયા
ગાંધીનગર: બે દિવસ પહેલા ગુજરાતમાં સૌથી વધુ વેક્સિનેશન થયુ હોવાના દાવો કરાયો હતો. પરંતુ આ દાવો પોકળ સાબિત થયો છે. અત્યાર સુધી વેક્સિનેશનમાં અવ્વલ રહેતુ ગુજરાત હવે પાછળ ધકેલાયું છે. મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં ગુજરાત કરતા વધુ વેક્સિનેશન નોંધાયું છે. મહારાષ્ટ્રમાં ૨ કરોડ ૬૨ લાખ કરતા વધુ ડોઝ અપાયા છે. તો ઉત્તર પ્રદેશમાં ૨ કરોડ ૩૮ લાખ કરતા વધુ ડોઝ અપાયા છે. તો આ બંને રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં ૨ કરોડ ૮ લાખ ૫૮ હજાર કરતા વધુ ડોઝ અપાયા છે.
ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા શનિવાર સુધી ગુજરાતમાં ૨ કરોડ લોકોએ વેક્સિન લગાવી હતી. આ સાથે જ ગુજરાત રાજ્ય વેક્સિનેશનમાં સમગ્ર ભારતમાં પહેલા નંબર પર પહોંચી ગયું હતું. રાજ્યમાં શનિવાર સુધી ૨ કરોડ ૩૦ હજાર ૩૯૨ લોકોએ વેક્સિન લગાવી હતી. ૧૮ થી ૪૫ વર્ષના ૨ લાખથી વધુ લોકોએ વેક્સિનનો પહેલો ડોઝ લીધો છે.
તો આ કેટેગરીના ૧૧૦૫૩ લોકોએ વેક્સીનનો બીજાે ડોઝ લીધો છે. ગુજરાતમાં વેક્સિનેશન પ્રોગ્રામને પાચં મહિના પૂરા થઈ ગયા છે. આ પાંચ મહિનામાં ૨ કરોડ લોકો વેક્સિનેટેડ થઈ ચૂક્યા છે. મુખ્યમંત્રીએ આ સફળતા પર આરોગ્ય વિભાગના કર્મચારીઓને અભિનંદન આપ્યા હતા. કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ટાળવા માટે વેક્સિનેશન જ એકમાત્ર શસ્ત્ર છે. ત્યારે ગુજરાતમાં ધીરે ધીરે વેક્સિનેશન કામગીરી આગળ વધી રહી છે.