કેન્દ્રના આર્થિક પેકેજને વધુ એક છેતરપિંડીં ગણાવતા રાહુલ ગાંધી
નવીદિલ્હી: કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી કેન્દ્ર સરકાર પર સતત હુમલો કરી રહ્યા છે. દરમ્યાન, નાણાં મંત્રી ર્નિમલા સીતારામણે ૧.૧ લાખ કરોડ રૂપિયાની લોન ગેરેંટી યોજના સહિત ઘણા પગલાની જાહેરાતને લઇને મંગળવારે કેન્દ્ર પર નિશાન સાધ્યુ છે. આર્થિક પેકેજને ‘વધુ એક છેતરપિંડીં’ ગણાવતા રાહુલે કહ્યું કે, આ ‘ આર્થિક પેકેજ’ દ્વારા કોઈ પણ પરિવાર તેમના જીવનધોરણ, ખોરાક, દવા અને બાળકની શાળા ફીનો ખર્ચ કરી શકશે નહીં.
તેમણે ટ્વીટ કર્યું હતું કે, ‘નાણાંમંત્રીનાં ‘આર્થિક પેકેજ’દ્વારા કોઈ પણ પરિવાર તેમના જીવનકાળ, ખોરાક, દવા અને તેમના બાળકની શાળા ફીનો ખર્ચ કરી શકશે નહીં. પેકેજ નહીં, વધુ એક છેતરપિંડી! ”પૂર્વ નાણાંમંત્રી અને કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમે કહ્યુ કે, કેટલી ભૂમિગત સચ્ચાઈઃ કોઇ બેંકર દેવાનાં બોજા હેઠળ દબાયેલા બિઝનેેસને લોન નહી આપે. દેવાનાં બોજા હેઠળ દબાયેલા અથવા રોકડની અછતનો સામનો કરી રહેલા બિઝનેસ હવે વધુ દેવુ નથી ઇચ્છી રહ્યા.
તેમને દેવાની નહી પણ મૂડીની જરૂર છે.” તેમણે તે વાત પર જાેર આપ્યુ, તે સ્થિતિમાં માંગથી અર્થવ્યવસ્થામાં ગતિ નહી આવે જ્યા નોકરીઓ ખતમ થઇ ગઇ હોય અને આવક ઓછી થઇ ગઇ હોય. આ સંકટનું એક સમાધાન એ છે કે લોકોનાં હાથમાં નાણાં આપવામાં આવે, ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગની મદદ કરવામાં આવે.”
નોંધપાત્ર વાત એ છે કે નાણાં મંત્રી ર્નિમલા સીતારામણે કોવિડ રોગચાળાથી અસરગ્રસ્ત અર્થતંત્રને ગતિ આપવાના હેતુથી આરોગ્ય ક્ષેત્રે માળખાગત સુવિધામાં સુધારણા માટે રૂ. ૧.૧ લાખ કરોડની લોન ગેરેંટી યોજના સહિતનાં વિવિધ પગલાઓની જાહેરાત કરી છે. આ સાથે, તેમણે માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝીસ (એમએસએમઇ) ક્ષેત્ર માટે ઇમરજન્સી ક્રેડિટ ગેરેંટી સ્કીમ (ઇસીએલજીએસ) હેઠળ મર્યાદા ૫૦ ટકા વધારીને ૪.૫ લાખ કરોડ કરવાની પણ જાહેરાત કરી છે.