Western Times News

Gujarati News

સીરિયલ અનુપમામાં મા બનવા માગે છે કાવ્યા!

મુંબઈ: રૂપાલી ગાંગુલી, સુધાંશુ પાંડે અને મદાલસા શર્મા સ્ટારર સીરિયલ અનુપમાના અપકમિંગ એપિસોડમાં ધમાકેદાર અને મજેદાર ટિ્‌વસ્ટ આવવાનો છે. જ્યાં એક તરફ શાહ પરિવારના સભ્યો ઘરના નાના દીકરા સમરનો બર્થ ડે ધામધૂમથી સેલિબ્રેટ કરશે અને પાર્ટી કરશે તો બીજી તરફ કાવ્યાની બાળકને લઈને કરેલી વાત વનરાજને આંચકો આપશે. અનુપમાના અપકમિંગ એપિસોડનો પ્રોમો સામે આવ્યો છે. જેમાં અનુપમા વનરાજને કહી રહી છે કે, મેં આગામી મહિનાથી ઘર ખર્ચ માટે પૈસા આપવાની વાત કરી તે તમને નીચા દેખાડવા માટે નહોતી કરી. તો વનરાજ કહે છે કે, જાણું છું, તને સાંભળવામાં થોડું અજીબ લાગશે.

પરંતુ જ્યારથી આપણે અલગ થયા છીએ ત્યારથી હું તને સમજવા લાગ્યો છું. આ પછી વનરાજ કાવ્યા પાસે જાય છે. જ્યાં કાવ્યા કહે છે હવે આપણે માત્ર કમાવાનું નથી, પરંતુ બચાવવાનું પણ છે. આપણા માટે અને આપણા બાળકના ભવિષ્ય માટે તો વનરાજ કહે છે ‘અરે જ્યારે બાળક થશે ત્યારે જાેઉ શું? બાળક? કાવ્યા પ્રેગ્નેન્ટ છે કે તેનો બેબી પ્લાનિંગને લઈને વિચાર છે તે અંગે આજના એપિસોડમાં જાેવા મળશે. બીજી તરફ સમરના જન્મદિવસની તૈયારીઓ થઈ રહી છે. સમરના બર્થ ડે પર વનરાજ તેને ગિટાર ગિફ્ટમાં આપશે.

તો અનુપમા પણ કોઈ ગિફ્ટ લઈને આવે છે પરંતુ તે તેને આપવાનો ઈનકાર કરે છે. અનુપમા સમરને બેસ્ટ ગિફ્ટ આપવા ઈચ્છે છે. તે સમર અને નંદિનીને બા પાસે લઈ જાય છે અને બંનેના સંબંધને મંજૂરી આપી દેવા માટે કહે છે. ઉલ્લેખનીય છે કે, કાવ્યાનું પાત્ર મદાલસા શર્મા ભજવી રહી છે. અનુપમા તેની ડેબ્યૂ સીરિયલ છે. લોકોને તે નેગેટિવ રોલમાં પસંદ આવી રહી છે.

ઘણા સમયથી અનુપમાની ટીમ બે ભાગમાં વહેંચાઈ ગઈ હોવાના ન્યૂઝ છે. આ અંગે પ્રતિક્રિયા આપતાં મદાલસા શર્માએ કહ્યું હતું કે, મને સમજાતું નથી કે, આવી અફવાઓ આવે છે ક્યાંથી. આવું જાણીને કેટલું વિચિત્ર લાગે છે. અમે રોજ સાથે કામ કરીએ છે, મસ્તી-મજાક કરીએ છીએ, સાથે જમીએ છીએ. જ્યારે અમારા હાર્ડ વર્કને આ પ્રકારની અફવાઓમાં પરિવર્તિત કરવામાં આવે છે ત્યારે ખૂબ દૂઃખ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.